Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

વડોદરાના અલકાપુરી વિસ્તારમાં પાર્ક કરેલ ટેમ્પોમાંથી અજાણ્યો શખ્સ સામાનની ચોરી કરી છનનન....

વડોદરા:શહેરના અલકાપુરી ગોવર્ધન નાથજીની હવેલી રોડ ઉપર આવેલ કોમ્પ્લેક્ષ પાસે ટેમ્પો પાર્ક કરીને ઓફિસમાં સામાનની ડિલીવરી કરવા ગયેલા ડ્રાઇવરના ટેમ્પોમાંથી કોઇ અજાણ્યા વ્યક્તિઓ ટેમ્પોમાંથી રૂપિયા 3.19 લાખની કિંમતના પાંચ લેપટોપ ચોરી કરી ગયો હતો. ગોત્રી પોલીસે ડ્રાઇવરની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શિનોર તાલુકાના નાના હબીપુરા ગામ સ્થિત ઠાકોર ફળિયામાં જયેશ રામચંદ્ર પાટણવાડીયા પરિવાર સાથે રહે છે. અને તે પોર જી.આઇ.ડી.સી.માં આવેલી ડી.એચ.એલ. કુરીયર કંપનીમાં હિરેન અશ્વિનભાઇ મહેતાનો છોટા હાથી ટેમ્પોમાં ડ્રાઇવીંગ કરે છે. સાથે તેઓ કંપનીનો માલ સામાન ટેમ્પોમાં મુકી ઓર્ડર પ્રમાણે ડિલીવરી કરે છે. તેની સાથે તેના કાકાનો પુત્ર વરૂણ પાટણવાડીયા પણ કામ કરે છે.તા. 1 સપ્ટેમ્બરના રોજ 11-30 વાગ્યાના સુમારે જયેશ પાટણવાડીયા અને તેના કાકાનો પુત્ર વરૂણ પાટણવાડીયા ટેમ્પોમાં એચ.પી. કંપનીના 8 લેપટોપ તેમજ અન્ય સામાન ભરીને ઓર્ડર પ્રમાણે ડિલીવરી આપવા માટે નીકળ્યા હતા. દરમિયાન રસ્તામાં એક માણેજા ખાતેની ઓફિસમાં એક લેપટોપની ડિલીવરી આપીને અકોટા ગોવર્ધન નાથજીની હવેલી રોડ ઉપર વૈકુંઠ કોમ્પ્લેક્ષમાં ત્રીજા માળે આવેલી ઓફિસમાં સામાનની ડિલીવરી આપવા માટે આવ્યા હતા.

(4:36 pm IST)