Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

સુરતના પીપલોદમાં એપાર્ટમેન્ટના સોદામાં 39 લાખ પડાવી લઇ વિશ્વાસઘાત કરનાર વેપારી સહીત પત્ની વિરુદ્ધ ગુનો દાખલ

સુરત: શહેરનાઘોડદોડ રોડના આભુષણ એપાર્ટમેન્ટમાં રહેતા યાર્ન વેપારી તુષાર રજનીકાંત શાહે ફેબ્રુઆરી 2018 માં પીપલોદના સારથી એપાર્ટમેન્ટનો ફ્લેટ નં. 904 કોલસાના વેપારી પુરેન્દ્ર પાની અને તેની પત્ની નિલીમા પુરેનદ્ર પાની (બંને રહે. બી 302, મંગલમ પેલેસ, આગમ આર્કેડની સામે, વુસ) પાસેથી રૂ. 42 લાખમાં ખરીદવાનો સોદો કર્યો હતો. જેના પેટે ટુક્ડે-ટુક્ડે ચેક, રોકડ અને આરટીજીએસથી કુલ રૂ. 39 લાખ ચુકવ્યા હતા. પરંતુ આ અરસામાં તુષાર અને તેની પત્ની ખુશ્બુને જાણવા મળ્યું હતું કે આ ફ્લેટ એચડીએફસી બેંકમાં મોર્ગેજ છે અને તેના ઉપર લોન લેવામાં આવી છે. જેથી વિવાદ થતા તુષારે અરજી કરી હતી. પરંતુ પુરેન્દ્રએ રૂ. 22 લાખ ચુકવવાનું કહી સમાધાન કર્યુ હતું અને અલગ-અલગ રકમના ચાર ચેક આપ્યા હતા. પરંતુ બેંકમાં બેલેન્સ નહીં હોવાથી ચેક રીટર્ન થયા હતા. બીજી તરફ પુરેન્દ્ર અને તેની પત્ની નિલીમાએ આ ફ્લેટ બેંકમાં મોર્ગેજ હોવા છતા શરદ મનોહર ઘરડે નામની વ્યક્તિને સાટાખત કરી આપ્યું હોવાનું જાણવા મળ્યું હતું. જેથી ફ્લેટ બેંકમાં મોર્ગેજ હોવા છતા તેના વેચાણનો સોદો કરી રૂ. 39 લાખ પડાવી લેવા ઉપરાંત અન્યને સાટાખત કરી આપી વિશ્વાસઘાત કરતા ઉમરા પોલીસમાં પાની દંપતી વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી. પોલીસે પુરેન્દ્રની અટકાયત કરી પુછપરછ હાથ ધરી છે. 

(4:32 pm IST)