Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

વડોદરાના ફતેપુરા વિસ્તારમાં નજીવી બાબતે લાકડીથી હુમલો કરનાર વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા: શહેરના ફતેપુરા વિસ્તારમાં મજૂરીનું કામ કરનાર કામદાર પર ચાકુ અને લાકડીથી હુમલો કર્યાના બનાવમાં બે વ્યક્તિ સામે વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

વડોદરા ફતેપુરા ખારી તલાવડી કુંભારવાડા વિસ્તારમાં રહેતા વિષ્ણુભાઈ ચુનીલાલ વસાવા તારીખ પહેલીના રોજ સાંજના સમયે મજુરી કામ કરી તેમના ઘર તરફ પરત ફરી રહ્યા હતા ત્યારે નજીકમાં રહેતા હિતેશ ઉર્ફે જાડિયો ચીમન વસાવા અને એક લૂહારિયો એ મારા ઘર સામે આંખો કાઢીને કેમ જુએ છે તેમ કહી ઝઘડો કર્યો હતો ઝઘડા દરમિયાન હિતેશ અને લુહારિયા એ ભેગા મળી ચાકુ અને લાકડીથી હુમલો કર્યો હતો જેમાં વિષ્ણુ ભાઈ વસાવાને ઈજા પહોંચી હતી.

આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી ઝઘડો કરનાર આરોપીની અટકાયત કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

 

(5:13 pm IST)