Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

'આપ' ને દરેક રાજ્યમાં ચૂંટણી લડવાનો અધિકાર ,પરંતુ જીતવી એટલી સરળ નથી: દિગ્વિજયસિંહ

સુરતમાં પાલિકાની કેટલીક સીટો જીતી લાવવી, તેનો અર્થ એ નથી કે, પાર્ટીનું તમામ રાજ્યોમાં વર્ચસ્વ છે

વડોદરા : વડોદરામાં પારિવારીક પ્રસંગમાં હાજરી આપવા પધારેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજયસિંહએ હરણી હવાઇ મથકે પત્રકારોની સાથે વાતચીત કરતાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીની હીલચાલના મુદ્દે તેમણે જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી પણ રાષ્ટ્રીય પાર્ટી છે. તેને પણ દરેક રાજ્યમાં ચૂંટણી લડવાનો અધિકાર છે, પરંતુ, ચૂંટણી જીતવી એટલી સરળ નથી. સુરતમાં પાલિકાની કેટલીક સીટો જીતી લાવવી, તેનો અર્થ એ નથી કે, પાર્ટીનું તમામ રાજ્યોમાં વર્ચસ્વ છે. ગોવા અને પંજાબમાં તેઓએ કોશીશ કરી છે. દરેક પાર્ટી ચૂંટણી જીતવા માટે મેદાનમાં ઉતરતી હોય છે. આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં પ્રવેશી છે, ત્યારે તેઓ પણ આગામી વિધાનસભાની ચૂંટણી માટે તૈયારીઓ કરે તેમાં કોઇ ખોટું નથી.

(8:23 pm IST)