Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

બનાસકાંઠા જિલ્લાના ભૂસ્તર તંત્રની ટીમે દ્રોણની મદદથી નાની આખોલ ગામે રોયલ્ટી ચોરી ઝડપી 60 લાખથી વધુનો મુદામાલ જપ્ત કર્યો

બનાસકાંઠા:જિલ્લા ભૂસ્તર તંત્રની ટીમે ડ્રોનની મદદથી ડીસા તાલુકાના નાની આખોલ ગામે ચાલતા બિન અધિકૃત ખનન અને રોયલ્ટી ચોરી ઝડપી પાડી રૃ ૬૦ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

ભૂસ્તરશાી સુભાષ જોષીના માર્ગદર્શન હેઠળ ૧લી મેં ના રોજ  ફરી એક નવો પ્રયાસ હાથ ધરી ડ્રોન સર્વેલન્સથી વિવિધ વિસ્તારોમાં આકસ્મિક ચેકીંગ હાથ ધરવામાં આવેલ.જેમાં ડીસા તાલુકાના નાની આખોલ ગામે બનાસ નદી પટમાં બિન અધિકૃત રીતે ચાલતી ખનન પ્રવૃત્તિમાં એક હિટાચી મશીન , એક સાદી રેતી ભરેલ ડમ્પર તેમજ એક ટ્રેક્ટર  મળી કુલ રૃ. ૬૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળ ની દંડનીય  કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ભુર તંત્રની ટીમે ગત તા.૨૭ એપ્રિલના રોજ વહેલી સવારે ખાનગી વાહનમાં ચેકીંગ હાથ ધરી ને ડીસા ધાનેરા રોડ ઉપરથી છ ડમ્પર ઝડપી પાડીને ૧૧.૫૦ લાખની દંડનીય વસુલાત ની કાર્યવાહી કરવામાં આવી હતી.

 

(6:12 pm IST)