Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

પાલનપુરના ખાનગી શો રૂમના ઇન્સ્યોરન્સ મેનેજરે 60.18લાખની ઉચાપત કરતા ચકચાર મચી જવા પામ્યો

પાલનપુર:ખાતે આવેલ શિવમ સેલ્સ મહિન્દ્રા શોરૃમમાં ફરજ બજાવતા ઇન્સ્યોરન્સ મેનેજરે છ વર્ષ દરમ્યાન ગ્રાહકો પાસેથી ગાડીના વિમાની રૃ.૬૦.૧૮ લાખ ઉપરાંતની રકમ કંપનીમાં જમા ન કરાવી ઈન્સ્યોરન્સની રકમ પોતાના અંગત કામમાં વાપરી દઈ ઉચાપત કરતા શો રૃમના માલિકે કંપનીના ઇન્સ્યોરન્સ મેનેજર સામે ઉચાપતની ફરિયાદ દાખલ કરાવી છે. પાલનપુરના આબુ હાઇવે પર આવેલ શિવમ સેલ્સ મહિન્દ્રા શો રૃમમાં ગ્રાહકો પાસેથી ગાડીના વીમાની રકમ કંપનીના ઇન્સ્યોરન્સ મેનેજર દ્રારા રોકડ તેમજ ચેક થી લેવામાં આવતી હોવા છતાં વિમાની રકમ કંપનીને ભરવાની થતી હોય કંપની દ્રારા આ બાબતે તપાસ કરતા શોરૃમમાં ફરજ બજાવતા ઇન્સ્યોરન્સ મેનેજર નિકુંજ અશોકકુમાર ચૌહાણ રહે.કણબીવાસ કમાલપુરા પાલનપુર વાળાએ ફરજ દરમિયાન તા.૧-૦૪-૧૬ થી ૨૫-૦૪-૨૦૨૨ દરમ્યાન ગ્રાહકો પાસે થી ગાડીના વિમાની રકમ રૃ.૬૦.૧૮.૮૫૨ મેળવી આ રકમ પિતાના અંગત કામમાં વાપરી દઈ કંપની સામે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરતા શોરૃમના માલિક મહેશકુમાર શિવરામભાઈ પટેલે ઇન્સ્યોરન્સ મેનેજરને બોલાવી ઉચાપત અંગે વાત કરતા મેનેજરે ઉચાપત કરી હોવાની કબૂલાત કરી ઉચાપત ની રકમ પેટે રૃ.૩.૫૦ લાખ જમા કરાવ્યાં હતા.બાદમાં નોકરી છોડી દઇ બાકીની રકમ જમા ન કરાવતા આખરે શોરૃમ ના માલીકે ઇન્સ્યોરન્સ મેનેજર સામે પશ્ચિમ પોલીસ મથકે ઉચાપતની ફરિયાદ દાખલ કરાવતા પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે.

(6:11 pm IST)