Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

પાટણમાં ભૂપેન્‍દ્રભાઇની ભોજન પ્રબંધનો અનોખો પ્રયોગ : મહિલાઓએ ઘરે બનાવીને ભોજન પીરસ્‍યું

સ્‍થાપના દિવસે સમરસતા ભોજનની આગવી પરંપરાનો મુખ્‍યમંત્રીએ પ્રારંભ કરાવ્‍યો

 (જયંતિભાઇ ઠાકર દ્વારા) પાટણ તા. ૨ : ગુજરાત રાજ્‍યના ૬૨માં સ્‍થાપના દિનની ઉજવણીના રાજ્‍યકક્ષાના પાટણ જિલ્લા ખાતેના વિવિધ કાર્યક્રમોમાં મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ સહભાગી થયા હતા.

મુખ્‍યમંત્રીએ પાટણ જિલ્લાની સામાન્‍ય પરિવારોની મહિલાઓના હાથે બનાવેલું ભોજન તેમની સાથે બેસીને ગુજરાતી ભોજનનો સ્‍વાદ માણ્‍યો હતો. પાટણ જિલ્લાના વિવિધ સમુદાય વર્ગની સામાન્‍ય પરિવારની મહિલાઓએ મુખ્‍યમંત્રી માટે પોતાના ઘરે અને પોતાના હાથે વિવિધ વાનગીઓ બનાવીને મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલને હેત પૂર્વક જમાડયા હતા.

મુખ્‍યમંત્રીએ સ્‍થાપના દિવસની ઉજવણી દરમિયાન સમરસતા ભોજનની નવી પરંપરાનો પ્રારંભ કરાવતા મહિલાઓના હાથે બનાવાયેલું ભોજન જનસમૂહ સાથે જમીને મુખ્‍યમંત્રીએ અદના સેવકની પ્રતિતી પણ કરાવી હતી.

આ ભોજન થાળમાં શિરો, કેરીનો રસ, સુખડી, મગનું શાક, રોટલા, કઢી, દાળ-ભાત, છાશ - માખણ જેવી ૧૩ વાનગીઓનો રસથાળ પીરસવામાં આવ્‍યો હતો. મુખ્‍યમંત્રી અને અન્‍ય મહાનુભાવોએ ગુજરાતી વાનગીઓનો આસ્‍વાદ માણ્‍યો હતો.(૨૧.૪૦)

અમદાવાદ : પાટીદાર અનામત કેસનો મામલો : હાર્દિક પટેલ સહિત ૨૧ લોકો આજે મેટ્રો કોર્ટમાં હાજર થશે : પાટીદારોના કેસ પરત ખેંચવા સરકારની અરજી કોર્ટે ફગાવી હતી : હાર્દિક સહિત ૨૧ લોકો સામે રામોલ સ્‍ટેશનમાં નોંધાયો હતો ગુનો.(૨૨.૪૩)

ભાવનગરના ઘોઘા તાલુકાના ભુંભલી ગામે જૂથ અથડામણ : સમાધાન માટે ભેગા થયેલા બે સમાજના લોકો વચ્‍ચે અથડામણ : જૂની અદાવતના સમાધાન માટે ભેગા થયા હતાઃ અથડામણમાં ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્‍ત થયા છે. (૨૨.૪૩)

વન અને આબોહવાની સંસદીય સ્‍થાયી સમિતિ સાસણની મુલાકાતે : રાજ્‍યસભા અને લોકસભાના ૨૯ સાંસદોની કમિટી સાસણમાં : પૂર્વ કેન્‍દ્રીય વનમંત્રી જયરામ રમેશ કમિટીના અધ્‍યક્ષ : સિંહોના વસવાટ, સુધારણા, બચાવ અને પુનઃ સ્‍થાપના માટે કરશેઃ આજે પ્રવાસીઓ માટે સક્કરબાગ ઝૂ રહેશે બંધ.

(4:35 pm IST)