Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

વિધાનસભામાં ગાજશે જુનિયર ક્લાર્ક પેપરકાંડનો મામલો : પેપરલીક કાંડ મુદ્દે શ્વેતપત્ર બહાર પાડવા કોંગ્રેસની માંગણી

જુનિયર ક્લાર્ક પેપરકાંડ મુદ્દે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસે સરકારને ઘેરવાની તૈયારી કરી :અમિત ચાવડાએ કહ્યું -અગાઉના પેપરકાંડમાં કડક કાર્યવાહીના અભાવે રાજ્યમાં ફરી પેપર ફૂટ્યું

અમદાવાદ :સરકાર વિધાનસભા સત્રમાં નવો કાયદો ઘડવાની તૈયારી કરી રહી છે.બીજી તરફ ગુજરાત વિધાનસભામાં ગૂંજશે જુનિયર ક્લાર્ક પેપરકાંડનો મુદ્દો વિધાનસભા ગૃહમાં પેપર ફૂટવા અંગે કોંગ્રેસે સરકારને ઘેરવાની તૈયારી કરી છે.વિપક્ષી નેતા અમિત ચાવડાએ પેપરકાંડને લઇને સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે અગાઉના પેપરકાંડમાં કડક કાર્યવાહીના અભાવે રાજ્યમાં ફરી પેપર ફૂટ્યું.કોંગ્રેસે માંગ કરી કે સરકાર પેપરકાંડની સાચી હકીકતો જાહેર કરે અને શ્વેતપત્ર બહાર પાડીને પેપરલીકની વિગતો જાહેર કરે. અમિત ચાવડાની માગ છે કે વિધાનસભાના બજેટ સત્રમાં પેપર ફૂટવા અંગે એક દિવસની ચર્ચા કરવામાં આવે

આ ઉપરાંત ગુજરાતમાં વારંવાર પેપરલીક અંગે ગુજરાત સ્ટેટ લૉ કમિશનના રિપોર્ટની વિગતો સાથે ભાજપ સરકારની નીતિ-નિયતને ખુલ્લી પાડતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા ડીપાર્ટમેન્ટના કન્વીનર અને પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં વારંવાર પેપર ફૂટવાની 14 ઘટનાઓ થઇ થઇ છે. ગુજરાતમાં પેપરલીક ઘટનાઓથી ગુજરાતના લાખો યુવાન યુવતીઓ જે સ્પર્ધાત્મક પરીક્ષામાં રાત દિવસ મહેનત કરીને તૈયારી કરતા હોય છે તે લાખો યુવાનોના સપના તૂટી રહ્યા છે. બેફામ નાણાંના ટુકા રસ્તા-ભ્રષ્ટાચારી વ્યવસ્થા અને વગ ધરાવતા મોટા લોકોના લીધે પેપર લીક-ગેરરીતિઓની અનેક ધટનાઓ ભાજપ સરકારમાં બની છે.

(7:34 pm IST)