Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં U19 મહિલા ચેમ્પિયન ટીમનું સન્માન કરાયું :પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર રહ્યા હાજર

પ્રથમ વાર અંડર 19 મહિલા ટીમો વચ્ચે ટી-20 વર્લ્ડ કપ સાઉથ આફ્રિકામાં રામયો જેમાં ભારતીય અંડર 19 મહિલા ક્રિકેટ ટીમ ચેમ્પિયન બની ઈતિહાસ રચ્યો હતો

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે રોનક જોવા મળી રહી છે. ઘણા સમય બાદ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતીય ક્રિકેટ ટીમની મેચ રમાઈ રહી છે. આજની આ મેચ માટે અમદાવાદીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ મેચ માટે માત્ર ભારત અને ન્યુઝીલેન્ડની ક્રિકેટ ટીમ જ નહીં પણ ક્રિકેટના ભગવાન માનવામાં આવતા સચિન તેંડુલકર અને U19 મહિલા ચેમ્પિયન ટીમ પણ અમદાવાદ પહોંચી છે.

  ઈતિહાસમાં પ્રથમ વાર અંડર 19 મહિલા ટીમો વચ્ચે ટી-20 વર્લ્ડ કપ રમાયો હતો. આ વર્લ્ડ કપ સાઉથ આફ્રિકામાં રમાઈ હતી. આ પ્રથમ ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય અંડર 19 મહિલા ક્રિકેટ ટીમ ચેમ્પિયન બની ઈતિહાસ રચ્યો હતો. તેના કારણે જ આજે બીસીસીઆઈ દ્વારા U19 મહિલા ચેમ્પિયન ટીમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ અવસરે સચિન તેંડુલકર પણ હાજર રહ્યાં હતા.

 

(12:57 am IST)