Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

નર્મદા જિલ્લામાં ૧૦૮ સેવાના કર્મચારીઓ દ્વારા મતદાન મથકોમાં મતદાનનો પ્રારંભ કર્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં ૧૦૮ સેવાના કર્મચારીઓ ઉત્તમ ઉદાહરણ ઊભું કર્યું જિલ્લાની ૧૦૮ સેવાના કર્મચારીઓ વેહલી સવારે ૭ વાગ્યે પ્રથમ મતદાન કરવા પોહચી ગયા અને મતદાન મથકોમાં મતદાનનો પ્રારંભ કર્યો અને આવશ્યક સેવા જોડાયેલ તમામ કર્મચારીઓ પોતાની ફરજ બજાવતા ગયા હતા. આ રીતે સમાજ માં ઉદાહરરૂપ અને પ્રોત્સાહન મળે તે હેતુસર ૧૦૮ સેવા દ્વારા ફરજ સાથે સમાજ ને દાખલો બેસાડ્યો કે પોતાની વ્યવસાયક ફરજ અને નૈતિક મૂલ્યો સાથે શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ સામાજીક ફરજ એટલે મતદાન કરવામાં અગ્રસર રહી સમાજ માં ઉદાહરણ પુરુ પાડવામાં આવ્યું.

આ અંગે ૧૦૮ સેવા ના અધિકારી મોહમ્મદ હનીફ એ જણાવ્યું હતું કે વેહલી સવારે જિલ્લાના તમામ કર્મચારીઓ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીનાં મહાપર્વમાં મતદાન મથકો માં પ્રથમ મતદાતા બની સમાજમાં ઉદાહરરૂપે સહભાગી થાય એ ગૌરવ અનુભવતા હતાં.

(12:13 am IST)