Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

ગુજરાતમાં ગાંધી જયંતીની બીજી ઓકટોબરે પાંચ લાખથી વધુ મહિલાઓ એક સાથે હેન્ડ વોશ કરી સ્વચ્છતાનો સંકલ્પ કરશે : ગણપતભાઈ વસાવા

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આંગણવાડી કેન્દ્રો અની બ્લોક ઓફિસનું ઇ-લોકાર્પણ તથા ઇ-ભૂમિ પૂજન કરશે જિલ્લા કક્ષાના માતા યશોદા એવોર્ડનું વિતરણ અને નંદઘર ઇંફ્રસ્ટ્રકચરની માળખાકીય સુવિધાઓની ટ્રેકિંગ માટે એપ્લિકેશન લોંચિંગ કાર્યક્રમ

ગાંધીનગર,તા.૧:ગાંધી જયંતીની બીજી ઓકટોબરે રાજયમા વિવિવધ કાર્યક્રમો અંગે મહિલા બાળકલ્યાણ મંત્રી ગણપતભાઇ વસાવાએ જણાવ્યું છે કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતના સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાત સરકારે મક્કમ નિર્ધાર કરીને સમયબદ્ઘ આયોજન કરીને દેશને રાહ ચીંધ્યો છે ત્યારે પૂજય મહાત્મા ગાંધીજીના જન્મદિન-રાષ્ટ્રીય સ્વસ્થતા દિવસે ગુજરાતની પાંચ લાખથી વધુ મહિલાઓ એક સાથે હેન્ડવોશનો પ્રયોગ કરીને સ્વચ્છતાના સંકલ્પને સાકાર કરવા સંકલ્પબદ્ઘ બનશે.

મંત્રીએ ઉમેર્યુ કે, રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના નેતૃન્વ હેઠળની રાજય સરકારે સ્વચ્છતા અંગે જાગૃતિ માટેના અનેકવિધ સીમાચિન્હો પ્રસ્થાપિત કર્યા છે ત્યારે આ નવતર અભિગમ પણ દેશને નવો રાહ ચીંધશે એવો મને દ્રઢ વિશ્વાસ છે.

તેમણે ઉમેર્યુ કે બીજી ઓકટોબર સ્વચ્છતાદિને પૂજય બાપુને શ્રદ્ઘાંજલી આપવા માટે મહિલા અને બાળકલ્યાણ વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. જેમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે આંગણવાડી કચેરી અને બ્લોક ઓફિસના નવ નિર્મીત ભવનોનું ઇ-લોકાર્પણ તથા ઇ-ભૂમિપજન પણ કરવામાં આવશે.

મંત્રીએ કહ્યું કે, આંગણવાડી કેન્દ્રો ખાતે તેડાગર બહેનો તથા આંગણવાડી કાર્યકરોની શ્રેષ્ઠ કામગીરી માટે વડાપ્રધાનશ્રીએ માતા યશોદા એવોર્ડની જાહેરાત કરી હતી. એ પ્રતિ વર્ષ આપવામાં આવે છે. જેના ભાગરૂપે જિલ્લા કક્ષાના માતા યશોદા એવોર્ડનું વિતરણ પણ આ દિવસે કરવામાં આવશે.

તેમણે કહ્યુંકે નંદદ્યર ખાતે ભૂલકાઓને અપાતી માળખાકીય સવલતો જેવી કે પીવાના પાણી, શૌચાલય સહિતની વિવિધ સુવિધાની કામગીરી માટે રાજય સરકાર દ્વારા નંદદ્યર ઇન્ફ્રાસ્ટ્રકચરની માળખાકીય સુવિાઓના ટ્રેકીંગ માટે એપ્લીકેશન પણ તૈયાર કરાઇ છે. આ એપ્લીકેશનનું મુખ્યમંત્રીના હસ્તે લોન્ચીંગ પણ આ જ દિવસે કરવામાં આવશે.

(11:17 am IST)