Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

કેવડિયામાં ભાજપની કારોબારી બેઠક: વિવિધ મુદ્દે ચર્ચા -વિચારણા : ઝડફિયાએ કહ્યું -ભાજપ ગમે ત્યારે કહે અમારી તલવાર ધાર કાઢેલી

બસ કે ટ્રેનની સફર દ્વારા કેવડીયા પહોંચ્યા ભાજપના પદાધિકારીઑ: કાલે રક્ષામંત્રી રાજનાથસિંહ આવશે

કેવડિયામાં ભાજપની પ્રદેશ કારોબારી બેઠક યોજાઇ રહી છે. વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખી અનેક મુદ્દાઑ પર કારોબારી બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી છે. તે ઉપરાંત કેન્દ્ર અને રાજય સરકારે લોકો માટે કરેલા કામ તેમજ આગામી ચૂંટણીમાં રણનીતિની તૈયારીના ભાગરૂપે સી આર પાટિલની અધ્યક્ષતામાં બીજી વખત ભાજપ કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે 
ભાજપ ઉપપ્રમુખ ગોરધન ઝડફિયાએ કહ્યું કે રાજકારણ ગ્લેમર ન બને પણ સેવા યજ્ઞ બને તે ઉદ્દેશ્ય છે. ભાજપ ગમે ત્યારે કહે અમારી તલવાર ધાર કાઢેલી છે. તો અમિત ઠાકરે કહ્યું કે કોરોના વચ્ચે ભાજપનો કાર્યકર પ્રજા વચ્ચે રહ્યો છે. યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટે કહ્યું કે યુવાનો મોદી સાહેબ સાથે છે. એટલે નારાજગીનો પ્રશ્ન જ નથી. યુવા નેતાને પ્રાધાન્ય મળતા ભાજપની સાથે છે. જ્યારે હિતેશ પટેલે કહ્યું કે ખેડૂતોમાં કૃષિ બિલ અંગે નારાજગી નથી, ખેડૂતોમાં નારાજગી નહીં પરંતુ નાટકીય નારાજગી છે. APMC એક્ટનો વિરોધ નાટકીય આંદોલન છે. ભાજપ નેતા ધર્મેન્દ્ર શાહે કહ્યું કે અધિકારી પ્રજાના કામો માટે બંધાયેલ છે, માટે સબંધ ન રાખવો જોઈએ. અને અધિકારિયો સાથે સબંધ ન હોય તે વાત એકદમ યોગ્ય છે. તો ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે શહેરી વિકાસ ભાજપ શાસન કરેલી કામની સાબિતી છે. તો હર્ષદ પટેલે કહ્યું કે કાર્યપધ્ધતિ અને અભ્યાસ વર્ગ કારણે અસરકારતા સાબિતી કરે છે. અને સમય સાથે બદલાવ જરૂરી છે, ન બદલાય તે નુકશાન કારક બને છે. ભાજપ નેતા ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું કે 2022 નહિ પરંતુ ઓબ્ઝર્વેશન આધારે હિન્દૂની વાત વાત ઉઠી છે. જ્યારે રાકેશ શાહ નિવેદન આપ્યું કે કામ અને રજુઆત આધારે પ્રશ્નો નિરાકરણ થયા તે અંગે વાત છે. તો ભાજપ નેતા હર્ષદગિરી ગોસાઇએ કહ્યું કે કોરોના સમયે જે વ્યવસ્થા હતી તેના કરતા વધુ વ્યવસ્થા ગ્રામ્ય વિસ્તારમાં થઇ છે. ગામડાનો મતદાર નારાજ હોય તેવું નથી.

  કેવડીયા કોલોનીમાં પહેલી સપ્ટેમ્બરથી ત્રણ દિવસ માટે ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કાર્યકારિણી બેઠક મળી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં યોજાયેલી આ બેઠકમાં રાજ્યના મંત્રીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.મહત્વની બાબત એ રહેશે કે ઉપસ્થિત રહેનાર તમામ મંત્રી/પદાધિકારીઓ પોતાના વાહનમાં નહિ આવે  આ તમામને,બસ કે ટ્રેન મારફતે કેવડીયા કોલોની પહોચવા સુચના અપાઈ છે જે મુજબ આજે પ્રથમ દિવસે બેઠકમાં ભાગ લેતા તમામ નેતાઓએ બસ અને ટ્રેનની સફર દ્વારા કેવડીયા પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડીયા કોલોનીને ઈ-વ્હીકલ સીટી તરીકે પૂર્ણત;વિકસિત જોવા ઈચ્છે છે અને આ ધ્યેય-સિદ્ધિ માટે શરૂઆત રાજ્યના મંત્રીગણ અને ભાજપના વરિષ્ઠ પદાધિકારીઓથી કરવામાં આવી છે. આ કાર્યકારિણીમાં ત્રણ દિવસમાં અંદાજે 600થી વધુ પદાધિકારીઓ ઉપસ્થિત રહેવાના છે.જેઓ પોતાના વાહન નહિ પણ બસ કે ટ્રેનમાં કેવડીયા પહોચ્યા છે.

  2 સપ્ટેમ્બરે કેન્દ્રિય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ હેલીકોપ્ટર મારફતે કેવડીયા કોલોની પહોચશે. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી પણ હેલીકોપ્ટર મારફતે કેવડીયા કોલોની પહોચશે. કારોબારી બેઠકમાં સાંસદો, મંત્રી પરસોતમ રૂપાલા, મનસુખ માંડવીયા સહિત મહેન્દ્ર મુંજપરા, દેવુસિંહ ચૌહાણ, દર્શનાબેન જરદોશ તેમજ રાજ્યના તમામ સાંસદ, ધારાભ્યો, પ્રદેશ હોદ્દેદારો ત્રણ દિવસ યોજાયેલી ભાજપ કારોબારીની બેઠકમાં ભાગ લેશે.

(6:17 pm IST)