Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં 28 વર્ષીય બાઇકસવાર યુવકનું કારની ટક્કરે કમકમાટીભર્યું મોત

વડોદરા: શહેરનાકારેલીબાગ વી.આઇ.પી.રોડ પર ન્યૂ સહયોગનગરમાં રહેતો ૨૮ વર્ષનો હિતેશ રમણભાઇ બારિયા તા.૨૯ મી ની  રાતે પોતાની પાંવભાજીની લારી બંધ કરીને બાઇક પર ઘરે જતો હતો.પાણીની ટાંકીરોડ પર એક કારચાલકે તેને  ટક્કર મારતા તે રોડ પર ફંગોળાયો હતો.હિતેશને માથામાં,પેટમાં અને પગ  પર ગંભીર ઇજા  પહોંચી હતી.જાણવા મળતી માહિતી મુજબ,અકસ્માત કરીને ભાગી છૂટેલા કારચાલકનો લોકોએ પીછો કર્યો હતો.અને ગોરવા રોડ પર આવેલી એક સોસાયટીમાં કાર પાર્ક કરીને કારચાલક સંતાઇ ગયો હતો.લોકોએ કારમાં જોયું તો એરબેગ ખુલેલી હાલતમાં હતી.આસપાસ તપાસ કરતા કારચાલક કારની નીચે સંતાયેલો મળી આવ્યો હતો.લોકોએ તેને પકડી ગોરવા પોલીસને સુપરત કર્યો હતો. દરમિયાન સારવાર હેઠળ હિતેશનું મોત થયુ હતું.કારેલીબાગ  પોલીસે ગુનો દાખલ કરી કારચાલકની શોધખોળ હાથ ધરી છે.

(5:19 pm IST)