Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

વડોદરાના અજવારોડ નજીક સોસાયટીમાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી પાંચ જુગારીઓને રંગે હાથે ઝડપી પાડયા

વડોદરા: શહેરનાઆજવારોડ અમી શ્રદ્ધા સોસાયટીમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડીને ૧૦ જુગારીઓને ૨,૧૦,૭૫૦ ની મત્તા સાથે ઝડપી પાડયા છે.સયાજીપુરા પાણીની ટાંકી પાસે વુડાના મકાનની નજીક જુગાર રમતા ચાર જુગારીઓને પોલીસે ૧૪,૨૨૦ ની મત્તા સાથે ઝડપી પાડયા છે.આજવારોડ ચાચા નહેરૃનગર પાસે જુગાર રમતા પાંચ જુગારીઓ પોલીસની રેડ દરમિયાન ૮,૯૫૦ રૃપિયાની મત્તા સાથે ઝડપાયા છે.તરસાલી દિવાળીપુરા સ્લમ ક્વાટર્સ પાસે જુગાર રમતા ૯ જુગારીઓ ૨૫,૫૫૦ ની મત્તા સાથે પોલીસના હાથે પકડાઇ ગયા  હતા.મકરપુરા ઇન્દિરાનગર પાસે ખુલ્લા મેદાનમાં જુગાર રમતા ૭ જુગારીઓ ૧૦,૪૦૦ ની મત્તા સાથે પકડાઇ ગયા હતા.માંજલપુર દરબાર ચોકડી પાસે પ્રકૃતિ ફ્લેટમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડીને ૯ જુગારીઓને ૧,૧૩,૭૩૦ ની મત્તા સાથે ઝડપી  પાડયા છે.વડસર ગામ રાઠોડિયા વાસમાં જુગાર રમતા ચાર જુગારીઓ ૪,૫૮૦ ની મત્તા સાથે ઝડપાઇ ગયા છે.માંજલપુર મોનાલિસાની સામે જુગાર રમતા બે જુગારીઓ ૧૯,૧૦૦ ની મત્તા સાથે પકડાયા હતા.લાલબાગ કુંભારવાડા રેલવે ફાટક પાસે જુગાર રમતા બે જુગારીઓનેે ૧૨,૪૩૦ ની મત્તા સાથે પોલીસે ઝડપી લીધા છે.પાણીગેટ બાવામાનપુરામાં જુગાર રમતા ચાર જુગારીઓ ૨,૭૫૦ ની મત્તા સાથે ઝડપાઇ ગયા છે.વારસિયા બીલીપત્ર કોમ્પલેક્સ પાસે જુગાર રમતા ચાર જુગારીઓ ૧૬,૧૫૦ ની મત્તા સાથે ઝડપાઇ ગયા છે.આ ઉપરાંત શહેરના અલગ અલગ આઠ સ્થળે પોલીસે રેડ કરીને ૪૭ જુગારીઓને ઝડપી પાડયા છે.પોલીસે જુગારીઓ પાસેથી મોબાઇલ ફોન અને રોકડા મળીને કુલ રૃપિયા ત્રણ લાખની મત્તા કબજે કરી છે.બે દિવસમાં પોલીસે ૧૮ સ્થળે રેડ કરીને સાત લાખ  ઉપરાંતની મત્તા કબજે લીધી છે.

(5:18 pm IST)