Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

શામળાજીના ગોઢફુલ્લામાં હેન્ડ ગ્રેનેડથી બ્લાસ્ટ થયાનું ખુલ્યું : ફોરેંસિન્ક તપાસમાં હેન્ડ ગ્રેનેડના મળ્યા પુરાવા

ચાર દિવસ અગાઉ બ્લાસ્ટમાં યુવાન અને બાળકીનું થયું હતું મોત: મૃતક યુવાનના હેન્ડ ગ્રેનેડ અને બંદૂક સાથેના ફોટો :કમરના ભાગે યુવાને હેન્ડ ગ્રેનેડ બાંધી કરાવી ફોટોગ્રાફી

અરવલ્લી જિલ્લામાં થોડા સમય પહેલા થયેલા ભેદી બ્લાસ્ટ મામલે તપાસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. જેમાં શામળાજીના ગોઢકુલ્લામાં હેન્ડ ગ્રેનેડ બ્લાસ્ટ થયાનું ખુલતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આજથી ચાર દિવસ અગાઉ અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક આવેલા ગોઢકુલ્લા ગામના એક ઘરમાં ભેદી બ્લાસ્ટ થતા યુવક અને બાળકીનું મોત નિપજ્યું હતું અને ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયાં હતા. ત્યારબાદ આ ભેદી બ્લાસ્ટ કયા કારણોસર થયો તેની તપાસ શરૂ કરવામાં આવી હતી.

પરંતુ આજે આ બ્લાસ્ટ મામલે મોટો ખુલાસો થયો છે. આ ઘટનામાં મૃતકના હેન્ડ ગ્રેનેડ અને બંદૂક સાથેના ફોટો હાલ સામે આવ્યા છે, જેમાં એક વ્યક્તિએ કમરના ભાગે હેન્ડ ગ્રેનેડ બાંધી ફોટોગ્રાફી કરાવી રહ્યો હતો, ત્યારે ગ્રેનેડની પિન કાઢતી વખતે 28 ઓગસ્ટે આ બ્લાસ્ટ થયો હતો. પોલીસે હાલ ખુલાસા બાદ મૃતક સહિત બે સામે આર્મ્સ, એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. બીજી બાજુ શામળાજી ટ્રાયબલ વિસ્તારમાં હેન્ડગ્રેનેડ મળતા ચકચાર મચી જવા પામ્યો છે.

(4:03 pm IST)