Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

મિલ્કત માટે માતાએ 20 લાખ આપીને દીકરાની કરાવી હત્યા : તેની પ્રેમિકા પણ હતી નિશાને

પૈસાના કારણે લોહીના સંબંધ પણ પારકા: કણભા પાસે કુંજાડ ગામ હાર્દિકની હત્યા કેસમાં ચોંકાવનારા ખુલાસા

અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં સાવકી માતાએ દિકરીની હત્યા કરાવી નાખી હતી અને આ ઘટનામાં પોલીસ દ્વારા વધુ બે આરોપીની ધરપકડ કરવામાં આવી અને પોલીસે જ્યારે આ બંને આરોપીને કડકાઈથી પૂછપરછ કરી ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો હતો. પોલીસને જાણવા મળ્યું હતું કે સાવકી માતાએ દિકરીની હત્યા કરવા માટે 20 લાખ રૂપિયાની સોપારી આપી હતી. અમદાવાદના કણભા પાસે કુંજાડ ગામ આવેલું છે. આ ગામમાં હાર્દિક પટેલ નામનો યુવક રહેતો હતો. હાર્દિક પટેલની સાવકી માતા ગૌરી પટેલે 13 ઓગસ્ટના રોજ હાર્દિકની હત્યા કરી નાખી હતી. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા હાર્દિકની માતા ગૌરી પટેલની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, તેને નાસિકના ત્રણ આરોપીની મદદથી દીકરીની હત્યા કરી હતી. આ ત્રણ આરોપીમાં પોલીસે અગાઉ સંજય નામના એક આરોપીની ધરપકડ કરી હતી અને ત્યારબાદ અન્ય બે ફરાર થયેલા આરોપીને પકડવા પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ કરીને હવે ફરાર થયેલા બે હત્યારાઓની ધરપકડ કરવામાં આવી છે. આ બે આરોપીમાં દિનેશ અને અનિલનો સમાવેશ થાય છે અને બંને આરોપીએ કબૂલાત કરી હતી કે ગૌરી પટેલે હાર્દિકની હત્યા કરવા માટે 20 લાખ રૂપિયાની સોપારી આપવાનું નક્કી કર્યો હતો.

સાવકી માતાએ પૈસાને લઇને પુત્ર હાર્દિક પટેલની હત્યા કરી નાખી હતી અને હાલ આ સમગ્ર મામલે કણભા પોલીસ દ્વારા હાર્દિકની સાવકી માતા ગૌરી પટેલ સહિત સંજય, દિનેશ અને અનિલ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જ્યારે આરોપીની પૂછપરછ કરી ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો હતો. આરોપીએ કહ્યું હતું કે, હત્યા કર્યા બાદ આરોપીઓ હાર્દિકની પ્રેમિકાની હત્યા પણ કરવાના હતા. પ્રેમિકાની હત્યા કરવાનું કાવતરું એટલા માટે આરોપીઓએ રચ્યું હતું કે, એ લોકો ગામના લોકોને કહી શકે કે, હાર્દિક અને પ્રેમિકા બંને ભાગી ગયા છે પરંતુ આરોપીઓના પ્લાન સફળ થાય તે પહેલાં જ તેમને જેલમાં જવાનો વારો આવ્યો.

આરોપીઓએ હાર્દિકની હત્યા કરવાનું કારણ જણાવતાં કહ્યું હતું કે, હાર્દિકની સાવકી માતા ગૌરી પટેલે લોકડાઉનમાં ત્રણેય આરોપીને 30 લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા અને આ રૂપિયા પરત ન આપતા ગૌરી પટેલે આરોપીને ધમકાવીને હાર્દિકની હત્યા કરાવી નાખી હતી. સાવકી માતાએ દિકરાનું ઘર, ડેરી અને જમીન માતાને મળવાની હોવાના કારણે તેને સાવકા દીકરા હાર્દિકની હત્યા કરાવી નાખી હતી.

(10:08 am IST)