Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

અમદાવાદ જિલ્લામાં મેલેરીયા વિરોધી જુન માસ અંતર્ગત કરવામાં આવેલ સર્વેલન્સનું ક્રોસ વેરીફીકેશન કરાયું

પેમ્પલેટ, સ્ટીકર, ફોમસીટ, બુકલેટ દ્વારા લોકોમાં વાહકજન્ય રોગો અંગે જાગૃતિ કેળવવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : અમદાવાદ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલીયા તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો શૈલેષ પરમાર ના માગર્દર્શન હેઠળ જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડ તથા તેમની ટીમ દ્રારા મેલેરીયા વિરોધી જુન માસની ઉજવણીના ભાગ રૂપે કરવામાં આવેલ સઘન સર્વેલન્સ કામગીરીનું ક્રોસ વેરીફીકેશન કરવામાં આવ્યું હતું. જિલ્લા મેલેરીયા અધિકારીની ટીમ  એડીએમો,  4 મપહેવ, 2 મપહેસુ દ્વારા એચાઇ, બીઆઇ, સીઆઇ, પીઆઇ કાઢવામાં આવ્યા હતા. આપવામાં આવેલ એલએલઆઇએન  મચ્છરદાની માં લોકો સુવે છે કે નહિ તેની ચકાસણી કરી યુઝર રેટ કાઢવામાં આવ્યો હતો. કરવામાં આવેલ પોરાનાસક માં દવાનો છંટકાવ યોગ્ય રીતે કરેલ છે કે નહિ તેની ચકાસણી કરવામાં આવી અને આરોગ્ય કર્મચારીઓ દ્વારા લેવામાં આવેલ લોહીના નમૂનાનું ક્રોસ ચેકીંગ તથા ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી હતી. કાયમી ભરાઈ રહેતા તળાવોમાં પોરાભક્ષક માછલીઓ મુકવામાં આવેલ અને મેલેરિયા વિરોધી જૂન માસમાં પેમ્પલેટ, સ્ટીકર, ફોમસીટ, બુકલેટ દ્વારા લોકોમાં વાહકજન્ય રોગો અંગે જાગૃતિ કેળવવામાં આવી હતી. આ કામગીરી સતત જાન્યુઆરી માસથી ચાલતી હોઈ અત્યાર સુધી મેલેરિયાનો માત્ર 1 પોઝિટિવ કેસ નોંધાયેલ છે. કોઇ પણ તાવ મેલેરીયા હોઇ શકે છે. તાવ આવે તો નજીકના સરકારી દવાખાના કે આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરીને લોહીની તપાસ કરાવવી જોઇએ. તેમ જીલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું.

(1:50 pm IST)