Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

PSI ભરતી વિવાદ :ગાંધીનગરમાં સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે બિનઅનામત વર્ગના ઉમેદવારો ધરણા પર બેઠા

જનરલ કેટેગરીમાં રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને સમાવાતા રોષ

ગાંધીનગર :  PSI ભરતી વિવાદ મામલે ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે બિનઅનામત વર્ગના ઉમેદવારો ધરણા પર બેઠા છે. 1,382 ઉમેદવારો માટે પીએસઆઇની ભરતી પરીક્ષા યોજાઈ હતી. જેમાં યોગ્ય ધારાધોરણ મુજબ ભરતી પ્રક્રિયા ન થતા રોષ ફેલાયો છે. જેમાં જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવાર માટે 424 ઉમેદવારો જ્યારે મહિલા ઉમેદવારો માટે 191 જગ્યાઓ હતી.

ભરતી પ્રક્રિયાના માધ્યમથી જનરલ કેટેગરીના પુરુષ અને મહિલા કુલ 1,845 ઉમેદવાર લેવાના હતા. પરંતુ 27 એપ્રિલે મેરીટ જાહેર થયું. જેમાં 190 ઉમેદવારો જ માત્ર જનરલ કેટેગરીના લેવાયા છે. બાકીના 1,655 રિઝર્વ કેટેગરીના ઉમેદવારોનો જનરલ કેટેગરીમાં સમાવેશ થયો છે. કેટેગરી વાઈઝ 3 ગણા ઉમેદવારોનું મેરીટ બનાવવાનું હતું, પણ એવું ના થયું.

ભરતી બોર્ડ દ્વારા કુલ જગ્યાના 3 ગણા ઉમેદવારોનું લિસ્ટ બનાવાયુ. જે નોટિફિકેશન વિરુદ્ધ છે. ભરતી બોર્ડ અને સરકારમાં રજૂઆત કરી છતાંય કોઈ ન્યાય ન મળ્યાનો ઉમેદવારનો આક્ષેપ છે. જેથી ઉમેદવારો હાઇકોર્ટના શરણે ગયા, ત્યાંથી પણ 3 તારીખ સુનાવણી માટે નક્કી કરી છે. જ્યારે 5 જૂને ભરતી બોર્ડ કોલલેટર ઇસ્યુ કરશે. તો 12 તારીખે મુખ્ય પરીક્ષા છે.

(12:40 am IST)