Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

શ્રી ગુજરાત સ્ટેટ કો.ઓપ.માર્કેટીંગ ફેડરેશન લી.(ગુજકોમાસોલ)ના બોર્ડ ઓફ ડીરેક્ટરની ચુંટણીમા જયેશભાઇ રાદડીયા બિનહરીફ જાહેર થયા

ફોર્મ ભરવાના છેલ્લા દિવસે રાજકોટ મતદાર મંડળની બેઠક પર યુવા સહકારી નેતા જયેશભાઈ રાદડીયા બિનહરીફ ચુંટાયેલ

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ગુજરાતની રાજ્ય કક્ષાની સહકારી સંસ્થા શ્રી ગુજરાત સ્ટેટ કો.ઓપ.માર્કેટીંગ ફેડરેશન લી.(ગુજકોમાસોલ)ના બોર્ડ ઓફ ડીરેક્ટરની તાજેતરમા જાહેર થયેલ ૨૦૨૨ની ચુંટણીમા આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે રાજકોટ મતદાર મંડળની બેઠક પર યુવા સહકારી નેતા જયેશ રાદડીયા બિનહરીફ ચુંટાયેલ છે.
યુવા સહકારી નેતા જયેશભાઈ રાદડીયા ગુજકોમાસોલમા ડીરેક્ટર તરીકે બિનહરીફ થતા સમગ્ર રાજકોટ જીલ્લા સહકારી પરીવાર દ્વારા અભિનંદનની વર્ષા થયેલ છે

(11:14 pm IST)