Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

હવેથી અમદાવાદમાં માર્કેટમાં દુકાન ભાડે લેનારને જમા કરાવવા પડશે આ દસ્તાવેજો

વેપારીઓ સાથે છેતરપિંડીના કિસ્સાઓ વધતા લેવાયો નિર્ણય : શહેરના 28 કરતા વધારે મહાજનો, એસોસિએશને માર્કેટમાં દુકાનો ભાડે આપતા પહેલા મહાજનની પૂર્વ મંજૂરી લેવાની રહેશે

અમદાવાદના કાપડ માર્કેટમાં વેપારીઓ સાથે છેતરપિંડીના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે હવે મસ્કતી મહાજન દ્વારા એક ઠરાવ કરવામાં આવ્યો છે. મહાજનના સભ્યોએ દુકાન ભાડે આપતા પહેલા મહાજનની મંજુરી લેવી પડશે.

તાજેતરમાં શહેરના પંદરસો કરતા વધારે કાપડના વેપારીઓ સાથે ઠગાઇ થઇ હોવાની ફરિયાદ પોલીસ પાસે આવી છે. જેમાં મોટા ભાગે અજાણી વ્યક્તિ માર્કેટમાં દુકાન ભાડે રાખીને સ્થાનિક વેપારીઓ પાસેથી ઉધારમાં માલની ખરીદી કરીને ઠગાઈ કરતા હોવાનું સામે આવ્યું છે.

આવા કિસ્સાઓ સામે આવતા અંતે મસ્કતી કાપડ માર્કેટ મહાજન દ્વારા ઠરાવ કરીને શહેરના 28 કરતા વધારે મહાજનો, એસોસિએશને માર્કેટમાં દુકાનો ભાડે આપતા પહેલા મહાજનની પૂર્વ મંજૂરી લેવાની રહેશે. ભાડે લેનાર વ્યક્તિના આધાર કાર્ડ સહિતના જરૂરી દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ મહાજન દ્વારા મંજૂરી આપવામાં આવશે.

(11:05 pm IST)