Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

રાજપીપળા દોલત બજાર બારોટ વાળી પાસે ગાય મોઢામાં ફસાયેલો ડબ્બો કાઢી નવજીવન આપતી 1962 ટીમ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા કરુણા 1962 પર ઇમરજન્સી કોલ આવતા ડોક્ટર અભિમન્યુ અને પાયલોટ ધર્મેન્દ્ર ત્રિવેદી તાત્કાલિક જગ્યા પર પહોંચી ગયા હતા અને ત્યાં જોતા ગાયના મોમાં પતરાનો ડબ્બો ફસી ગયો હતો અને ઘણી જહેમત બાદ ડબ્બાને કાઢવામાં ડોકટરો એ સફળતા મેળવી હતી ત્યારબાદ મોંમાંથી લોહી નીકળતું હતું તો ગાયની જરૂરી સારવાર કરવામાં આવી હતી અને ગાયમાતાને મોતના મુખમાંથી બચાવી લેવાઇ હતી
 1962નાં હેડ નિરવ પ્રજાપતિએ જણાવ્યું રાજપીપળા ની જનતાને અમારા દ્વારા એક નિવેદન છે કે કોઈપણ વસ્તુ પ્લાસ્ટિક પતરુ કે અન્ય કચરો બહાર નાખવો નહીં નહીં તો આવા મૂંગા પ્રાણીઓને બહુ તકલીફ વેઠવી પડશે.

(10:34 pm IST)