Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

અકતેશ્ચર ચોકડી પાસેથી મળેલી સગીરાને સહી સલામત પરિવારને સોંપતી અભયમ 181 મહિલા હેલ્પ લાઈન નર્મદા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાનાં ગરુડેશ્વર તાલુકાનાં અકતેશ્ચર ચોકડી પાસેથી એક સગીરા બેઠેલ મળી આવતા એક ત્રાહિત વ્યકિત એ 181મહિલા હેલ્પ લાઇનમા કોલ કરી મદદ કરવા જણાવતા અભયમ રેસક્યુ ટીમ, રાજપીપલા તાત્કાલિક સ્થળ પર પહોચી સગીરા સાથે વાતચીત કરતા પરિવારના ત્રાસ થી ઘરે થી નીકળી ગયેલાની જાણ થતાં તેની સાથે કોઈ અઘટિત ઘટના ના બને તે માટે તેને સમજાવી તેના પરિવારનું સરનામું મેળવી મોડી રાત્રિએ તેને પરિવાર ને સહીસલામત પહોચાડવામાં આવી હતી
મળતી માહિતી મુજબ સગીરાની મરજી વિરુદ્ધ એક વર્ષ પેહલા સગાઈ કરી દેવામાં આવી હતી જે સગીરાને પસંદ ના હતું જેથી તેણી એ વિરોધ કર્યો હતો પરતું પરીવારે જણાવેલ કે અમો એ નક્કી કર્યું છે ત્યાં જ તારે લગ્ન કરવા પડશે. જેથી છેલ્લાં ચાર - પાંચ મહિનાથી મારા મમ્મી - પપ્પા અને ઘરના સભ્યો મને રોજ મારઝૂડ કરે છે અને માનસિક રીતે ત્રાસ આપે છે.ઘરના બધાં જ કામો મારે કરવાના હોય છે. મારી બહેન અને ભાઈને સારી રીતે રાખે છે અને મારા સાથે જ આવું વર્તન કરે છે. નાની - નાની બાબતોમાં મારે છે. અને ઘરની બહાર પણ નીકળવા દેતા નથી. જેથી આ ત્રાસથી બચવા બ્યૂટી પાર્લરમાં એડમીશન લેવાનું છે એવું બહાનું કરીને ઘરેથી બધા ડોક્યુમેન્ટ લઈને નીકળી આવી હતી. ત્યારે અભયમ ટીમે દ્વારા તેને સાંત્વના આપી આ રીતે ઘરેથી અજાણ્યા સ્થળે નીકળી જવું જોખમ રુપ છે કોઈ અઘટિત ઘટના બની શકે છે આમ અસરકારક કાઉન્સિલિંગ કરી તેને પરિવાર સાથે પરત જવા તૈયાર કરેલ અને તેની પાસે થી પરિવારનો સંપર્ક નંબર મેળવી કાયાવરોહણ પોલીસ સ્ટેશન બોલાવી તેમની દિકરી સહી સલામત સોંપવામાં આવેલા અને માતા - પિતાને દિકરીની મરજી વિરુદ્ધ લગ્ન ના કરવા, આગળ અભ્યાસ કરાવવા અને કાયદાકીય સમજ આપી હતી જેથી તેઓ એ આ બાબત સ્વિકારી હતી.

(10:33 pm IST)