Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

આમલેથા ગામમાં મરઘી વેચવા બાબતે મારામારી થતા સામસામી ફરિયાદ : ચાર સામે ગુનો દાખલ થયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના આમલેથા ગામમાં મરઘી વેચવા બાબતે બે પક્ષો વચ્ચે માથાકૂટ થતાં સામસામી ફરિયાદ થઈ છે
મળતી માહિતી મુજબ નરેશભાઈ બકુલભાઈ વસાવા રહે. આમલેથા જૂની નિશાળ ફળીયુની ફરિયાદ મુજબ શૈલેશભાઇ સુરમભાઇ વસાવા નાઓ એ તેમને કહ્યું કે તું દાદો થઈ ગયો છે અમારા ઘર પાસે તૂએ તારા ભાઈને મરઘી ની દુકાન ચાલુ કરાવી આપી છે તેમ જણાવી માર મારી ધમકી આપતા આમલેથા પોલીસે (૧) શૈલેશભાઇ સુરમભાઇ વસાવા (૨) રાકેશભાઇ મફતભાઇ વસાવા( બન્ને રહે.આમલેથા તા.નાંદોદ જી.નર્મદા) વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો
જ્યારે સામા પક્ષે શૈલેશભાઇ સુરમભાઇ વસાવાની ફરિયાદ અનુસાર તો ઘરના આંગણામાં બેઠા હતા ત્યારે નરેશભાઇ બકુલભાઇ વસાવા એ જણાવ્યું કે તું કેમ 120 રૂપિયે કિલો મટન વેચે છે મારો ભાઈ 200 રૂપિયે કિલો વેચે છે તો હવે તારી દુકાન સામે હું દુકાન ખોલી 120 રૂપિયે મટન વેચીસ તેવી માથાકૂટ થતાં (૧) નરેશ ભાઇ બકુલભાઇ વસાવા (૨) ભુપેંદ્રભાઇ બકુલભાઇ વસાવા( બન્ને રહે.આમલેથા જુની નિશાળ ફળીયુ ) નાઓએ મારામારી કરી ધમકી આપતા પોલીસે બંનેની ફરિયાદમાં ચાર શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે.

(10:31 pm IST)