Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

વનસ્પતિજન્ય માદક પદાર્થ સુકા ગાંજા તથા લીલા ગાંજા સાથે શખ્સને ઝડપી પાડતી એસ.ઓ.જી.નર્મદા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : પ્રશાંત સુંબે પોલીસ અધિક્ષક નર્મદાનાઓએ જિલ્લામાં ગેર કાયદેસર પ્રવૃતી કરતા શખ્શોને પકડી પાડવા પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચના અને માર્ગદર્શન આધારે કે.ડી.જાટ પોલીસ ઇન્સ્પેક્ટર તથા એસ.ઓ.જી. સ્ટાફના માણસો એ બાતમી આધારે કાનજીભાઇ ઓલિયાભાઇ વસાવા( રહે.સાબુટી ,પટેલ ફળિયુ તા.ડેડીયાપાદા જી.નર્મદા)ના કબજા ભોગવટાની ઓરડીમાંથી વનસ્પતીજન્ય માદક પદાર્થ સુકો ગાંજો ૪૧૩ ગ્રામ કી .૪૧૩૦ તથા તેના કબજા ભોગવટાના ખેતરમાંથી વનસ્પતીજન્ય માદક પદાર્થ ગાંજાના લીલા છોડ નંગ - ૬૦ વજન ૧૧ કિલો ૪૦૦ ગ્રામ કિ.રૂ .૧,૧૪,૦૦૦ તથા રોકડા રૂ .૩૦૨૦ મળી કુલ કિ.રૂ , ૧,૨૧,૧૫૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસર કાર્યવાહી કરેલ છે .

(10:30 pm IST)