Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

નર્મદા જિલ્લાના ટેટ -૧ તથા ટેટ -૨ ની પરીક્ષાથી વંચિત ઉમેદવારો માટે પરીક્ષા બાબતે કલેકટરને આપ્યું આવેદન

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા સહિત સમગ્ર નર્મદા જિલ્લાના શિક્ષિત બેકાર યુવાનોએ શિક્ષક અભિરૂચી માટેની ટેટ -૧ તથા ટેટ -૨ પરીક્ષા  બાબતે જિલ્લા કલેકટરને આવેદન આપી પોતાની માંગ રજુ કરી છે.
આવેદનમાં જણાવ્યા મુજબ રાજય પરિક્ષા બોર્ડ દ્વારા -૨૦૧૧ થી શિક્ષક અભિરૂચિ કસોટી ( ટેટ -૧ તથા ટેટ -૨ ) નું આયોજન થયેલ છે . ત્યારબાદ ભરતી કરવામાં આવે છે જેમાં રાજય પરીક્ષા બોર્ડ દ્વારા ૨૦૧૫ માં ટેટ -૧ અને ૨૦૧૭ માં ટેટ -૨ તમામ માધ્યમની પરીક્ષા યોજવામાં આવી હતી , અને ૨૦૧૮-૨૦૧૯ માં ભરતી ધોરણ ૬ થી ૮ ની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં હતી અને પૂર્ણ કરેલ છે . તો હાલ ૨૦૧૮ થી ૨૦૨૨ સુધી તમામ ઉમેદવારો જેવા કે પીટીસી અને બીએડ. પૂર્ણ કરેલ છે આ તમામ ઉમેદવારો છેલ્લા પાંચ વર્ષથી પરીક્ષા આપ્યા વગર વંચિત રહી ગયા છે . તો વહેલામાં વહેલી તકે પરીક્ષાનું આયોજન થાય ત્યારબાદ ૨૦૨૨ માં પરીક્ષા લઇ ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
    વિદ્યાર્થીઓની માંગણીઓમાં
 ૧) ૨૦૧૭ માં લીધેલ શિક્ષક અભિરુચિ કસોટી પાસ કરેલ ટેટ -૨ ઉમેદવારો જેવા કે ૪૭,૦૦૦ ને સરકાર ધ્યાનમાં લેતી હોય તો તેની સાથે પરીક્ષા થી વંચિત રહેલ ત્રણ લાખથી વધુ ઉમેદવારને પરીક્ષા લઇને ન્યાય આપો.
૨) છેલ્લા પાંચ વર્ષથી પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવારો જેવા કે પી.ટી.સી અને બી.એડ પૂર્ણ કરેલ છે, પરીક્ષા ન લેવાને કારણે નોકરી મેળવી શકતા નથી.
૩) વિદ્યાસહાયક ભરતી આશ્રમશાળા, કેજીબીવી, આદર્શ નિવાસી શાળા અને ઘણી નામી ખાનગી શાળાઓ પણ લાયકાત માટે ટેટ -૨ પરીક્ષા પાસ કરેલ લાગે છે.

(10:28 pm IST)