Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

સ્ટેચ્યુ ઓફ યુનિટી: બી.વી.જી કંપનીનો કોન્ટ્રાક્ટ બંધ થતાં 150 આદિવાસીઓને અન્ય જગ્યાએ સમાવવા રજુઆત

((ભરત શાહ દ્વારા)  રાજપીપળા : સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ સાફસફાઈ કરતી બી.વી.જી કંપનીનો કોન્ટ્રાક્ટ બંધ થતાં 6 ગામના 150 આદિવાસીઓને અન્ય જગ્યાએ રોજગારી આપવા નર્મદા જિલ્લા કલેક્ટર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સી.ઈ.ઓ ને રજુઆત કરી છે.
બેરોજગાર થયેલા આદિવાસી યુવાનોએ પોતાની રજુઆતમાં જણાવ્યું છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ઓક્ટોબર-2018ની શરૂઆતથી જ રોડ રસ્તાઓની સાફ-સફાઈની કામગીરી બી.વી.જી કંપનીના સ્થાનિક ગામોનાં 150 આદીવાસી કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહી છે.અહીંના સ્થાનિકોને રોજગારીથી વંચિત રાખી એમની રોજગારી છીનવી રહ્યા હોય એવું લાગી રહ્યું છે.વર્ષ 2018 ની સાલમાં સૌ પ્રથમ અહિના નજીકના ગામના સ્થાનિકોને પોતાની જમીન ગુમાવવાના કારણે લાભાર્થી તરીકે નોકરી આપવામાં આવી હતી.
હાલમાં ઓથોરીટી ખાતે વડોદરા વીએમસીના સહયોગથી આધુનિક રોડ સ્વીપર મશીન લાવી અમારા કર્મચારીઓની સાફ સફાઈની કામગીરી બંધ કરવાની ઓથોરીટી દ્વારા અમને છુટા કરવામાં આવતા ઘરે બેસવાનો વારો આવ્યો છે.અમારી પાસે જમીન પણ નથી, અમને આ કામગીરી પરથી રોજીરોટી મળતી હતી. જેથી એમને સ્ટેચ્યુ ઓફ યુનિટી સંલગ્ન અન્ય કોઈ જગ્યાએ રોજગારી મળે એવું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવે.

(10:28 pm IST)