Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

માતર તાલુકામાં બોગસ ખેડૂતો બની જમીન ખરીદનાર સામે કાર્યવાહી શરૂ :100 ખેડૂત ખાતેદારોને આપી નોટિસ

શંકાસ્પદ ખેડૂત ખાતેદારોને નોટિસ પાઠવી પુરાવા રજૂ કરવા જણાવ્યું

ખેડા માતરમાં 350થી વધુ બોગસ ખેડૂત ખાતેદારો મામલે માતર મામલતદારે 100 ખેડૂત ખાતેદારોને નોટિસ આપી છે. નોટિસ દ્વારા પૂછવામાં આવ્યું કે આપ ક્યાંના ખેડૂત છો? મામલતદારના જણાવ્યા અનુસાર શંકાસ્પદ ખેડૂત ખાતેદારોને નોટિસ પાઠવી પુરાવા રજૂ કરવા જણાવ્યું છે.જો ખેડૂતો પુરાવા રજુ નહીં કરી શકે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. માતર મામલતદારે જણાવ્યુ કે ખોટા ખાતેદારો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરાશે.

ખેડાના માતર તાલુકામાં ખેતીલાયક જમીન ખરીદવાના મામલામાં ગાંધીનગર મહેસુલ વિભાગને તપાસ સોંપવામાં આવી હતી. માતર અને આસપાસના ગામડાઓમાં કુલ મળીને 500થી વધુ લોકો ખોટા દસ્તાવેજોના આધારે બોગસ ખેડૂત ખાતેદાર બની બેસવા મામલે હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જે પછી ગાંધીનગર મહેસુલ વિભાગ દ્વારા વર્ષ 2020 અને 2021ના વર્ષમાં થયેલા 300 જેટલા દસ્તાવેજો તપાસવામાં આવી રહ્યા છે. આ આખો મામલો ત્યારે સામે આવ્યો જ્યારે મહેસૂલ વિભાગને એવી જાણ થઈ કે એક જ વિસ્તારમાંથી સામૂહિક ખેડૂતો ખાતેદાર બન્યા છે. મહેસૂલ વિભાગની ટીમે આ વિગતોને આધારે મામલતદાર કચેરીમાં દસ્તાવેજોની ચકાસણી હાથ ધરી હતી. માતર મામલતદાર કચેરીમાં વર્ષ 2020 અને 

 માતર મામલતદાર કચેરીમાં વર્ષ 2020 અને 2021ના વર્ષ દરમિયાન માતર તાલુકાના જુદા જુદા ગામની ખેતીલાયક જમીન ખેડા જિલ્લા બહારના ખેડૂતો દ્વારા ખરીદવામાં આવી હતી, તેની ચોક્કસ માહિતીના આધારે ગત અઠવાડિયે મહેસુલ વિભાગ ગાંધીનગર અધિકારી માતર મામલતદાર કચેરીએ આવી સબ રજીસ્ટ્રાર કચેરીમાંથી 350 કરતા વધારે દસ્તાવેજોની માહિતી અને અન્ય વિગતો લઈ ગયા હતા. જોકે સબ રજીસ્ટ્રાર કચેરીના અધિકારી પોતે બચાવના પ્રયાસ કરતા હોય તેમ અહીં માત્ર દસ્તાવેજ રજીસ્ટર કરવામાં આવતો હોવાનું જણાવ્યું હતું.

(8:30 pm IST)