Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને તેમના ઉત્પાદનોનું બજાર મળી રહે તે માટે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા સ્તુત્ય પ્રયાસ

પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો અને આવા ઉત્પાદનો મેળવવા માંગતા લોકો વચ્ચે ખેતીવાડી વિભાગ અને આત્મા' બ્રિજ'ની ભૂમિકા ભજવશે

 (વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : ઓર્ગેનિક ઉત્પાદનો તરફ વિશ્વ આખાનો ઝોક વધ્યો છે સાથે સાથે તેની માંગ પણ વધી છે... તેને પગલે રાજ્યમાં કિસાનો પ્રાકૃતિક  ખેતી તરફ  વળ્યા છે.  અમદાવાદ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને તેમના ઉત્પાદનો માટે સહેલાઇથી બજાર મળે તે માટે અમદાવાદ જિલ્લા ખેતી વિભાગ દ્વારા વિશેષ પ્રયાસો હાથ ધરાયા છે...
તમામ નાગરિકો ને ઝેરમુક્ત આહાર ઉપલબ્ધ થઈ શકે અને તમામ લોકોનું આરોગ્ય સ્વસ્થ રહે તેવા ઉમદા હેતુસર હાલ માં પ્રધાનમંત્રી દ્વારા પ્રાકૃતિક કૃષિ ( ગાય આધારિત ખેતી)નો વ્યાપ વધે  તે માટે અભિયાન હાથ ધરવામાં આવેલ છે. જેના ફલશ્રુતિ સ્વરૂપે જિલ્લાના ઘણા ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવી, ઝેર મુક્ત વિવિધ "કઠોળ ધાન્ય પાકો, દેશી ગાય ના ઉત્પાદનો, શાકભાજી, ફળ" વગેરેનું ઉત્પાદન કરી રહ્યા છે.
આવા તમામ ખેડૂતો ને બજાર મળી રહે તે હેતુસર એક ફોર્મ તૈયાર કરી જાહેર જનતા સમક્ષ મુકાયું છે.
જિલ્લા ખેતીવાડી અધિકારી હિતેશ પટેલે આ અંગેની વધુ વિગતો આપતાં જણાવ્યું છે કે પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદિત વસ્તુઓની માંગ વધી છે ત્યારે આ ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો અને આવા ઉત્પાદનો મેળવવા ઇચ્છતા લોકો વચ્ચે જિલ્લા ખેતી તંત્ર એક બ્રિજ બનવા કટિબદ્ધ બન્યું છે.
પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદિત પૈકીનું કે અન્ય ઉત્પાદન મેળવવા માગતા હોય તેવા લોકોની સંપૂર્ણ વિગતો સાથેનું ફોર્મ જે તે ખેડૂતોને મોકલવામાં આવશે અને, ખેડૂત દ્વારા આવા લોકોનો સીધો સંપર્ક  કરી તેમને ઉત્પાદિત પેદાશ મોકલી આપવા પ્રયત્ન કરવામાં આવશે.
આ ફોર્મ નીચેની લીંક પરથી મેળવી શકાશે
https://forms.gle/t1GLtbpMre85U14aA

(7:33 pm IST)