Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

મોડી રાત્રે વાસંદાના ખાટાઆંબા ગામે લગ્નપ્રસંગેથી પરત ફરતી યુવતિને રસ્‍તામાં આંતરી બે નરાધમોએ દુષ્‍કર્મ આચર્યુઃ યુવતિ પથ્‍થર મારીને ચુંગાલમાંથી છુટી

પીડિતાની ફરિયાદના આધારે પોલીસે આરોપી તેજલ પઢેર અને જીતેન્‍દ્ર માહુલાની ધરપકડ કરીને જેલહવાલે કર્યા

વાસંદાઃ વાસંદાના ખાટાઆંબા ગામે સહેલીઓ સાથે લગ્ન પ્રસંગથી પરત ફરતા મોડી રાત્રે 22 વર્ષીય યુવતિને આજ ગામના બે નરાધમ તેજસ પઢેર અને જીતેન્‍દ્ર માહુલાએ રસ્‍તામાં આંતરી દુષ્‍કર્મ આચર્યુ હતુ. ગભરાટને કારણે સહેલીઓ નાસી ગઇ હતી. યુવતિની તબિયત લથડતા નજીકના આરોગ્‍ય કેન્‍દ્રે સારવાર અર્થે લઇ જતા પોલીસને જાણ કરતા ગુન્‍હો નોંધી બંને નરાધમોને જેલમાં મોકલી દીધા છે.

વાંસદાના ખાટાઆંબા સહેલીઓ સાથે લગ્નની મજા માણીને ઘરે પરત ફરી રહેલી વાંસદાના અકે ગામની યુવતીને ખાટાઆંબા ગામના જ બે નરાધમોએ બળપૂર્વક ખેંચી નજીકની કાજુ વાડીમાં ઢસડી દુષ્કર્મ આચાર્યુ હતુ. દુષ્કર્મને કારણે ઘાયલ યુવતીને વાંસદાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરતા સમગ્ર ઘટના સામે આવી હતી. વાંસદા પોલીસે નરાધમોની ધરપકડ કરી જેલના સળિયા ગણતા કરી દીધા છે.

વાંસદાના ખાટાઆંબા ગામે ગત 21 મેની રાતે લગ્ન પ્રસંગમાં વાંસદાના જ એક ગામની 22 વર્ષીય કામિની સહેલીઓ સાથે ગઈ હતી. કામિની મોડી રાતે 1 વાગ્યના અરસામાં સહેલીઓ સાથે પરત ફરી રહી હતી, ત્યારે અચાનક ખાટાઆંબા ગામના સ્મશાન ભૂમિના રસ્તા પાસે બે નરાધમો પાછળથી આવ્યા હતા અને કામિનીને ગળામાંથી પકડી ખેંચવા માંડ્યા હતા. કામિનીએ બચવા માટે પ્રયાસો કર્યા પણ એની સહેલીઓ ગભરાટને કારણે ત્યાંથી ભાગી ગઈ હતી.

જ્યારે બંને નરાધમો કામિનીને ખેંચીને નજીકની કાજુની વાડીમાં લઈ ગયા હતા અને બંનેએ કામિનીના હાથ પકડી રાખી વારા ફરતી દુષ્કર્મ આચર્યુ હતુ. જેમાં કામિનીએ બંને ઓરોપીમાં એક ખાટાઆંબાના મોટાપાડા ફળિયાનો તેજસ પઢેર અને બીજો જીતેન્દ્ર માહલાને ઓળખી કાઢ્યા હતા. તેજસ ફરી તેની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે હાથમાં આવેલ પથ્થર તેને મારીને કામિની ઘટના સ્થળેથી ભાગીને ઘરે પહોંચી હતી.

જ્યાં તેની તબિયત બગડતા તેને તાત્કાલિક નજીકના સામુહિક આરોગ્ય કેન્દ્ર પર સારવાર અર્થે લઈ ગયા હતા, જ્યાંથી વધુ સારવાર વાંસદાની ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યાંથી વાંસદા પોલીસને જાણ થતા પીડિતા કામિનીની ફરિયાદને આધારે પોલીસે સામુહિક દુષ્કર્મનો ગુનો નોંધી ખાટાઆંબાના તેજસ પઢેર અને જીતેન્દ્ર માહલાની ધરપકડ કરી હતી. સાથે જ પીડિતા તેમજ આરોપીઓના મેડિકલ ટેસ્ટ કરાવી આગળની તપાસ આરંભી છે.

(5:51 pm IST)