Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

પ્રિમોન્‍સુનથી દમણના મધદરિયે પાણીમાં ભારે કરંટ જોવા મળતા ફિશરીઝ વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી

સામાન્‍ય રીતે નાળિયેર પૂનમના દિવસે માછીમારી ભાઇઓ દરિયો ખેડવાની શરૂઆત કરે છે

દમણઃ કેરળમાં આ વર્ષે ચોમાસુ ત્રણ દિવસ વહેલુ શરૂ થતા દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્‍યતા છે. દમણના દરિયામાં હાલ પ્રિમોન્‍સુન એક્‍ટીવ જતા મધદરિયે પાણીમાં ભારે કરંટ જોવા મળતા ફિશરીઝ વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપી છે. હાલ માછીમાર ભાઇઓ પોતાની બોટનું કલરકામ તથા સમારકામ કરી રહ્યા છે.

કેરળ બાદ હવે ગુજરાતમાં ચોમાસુ વહેલી આવે તેવી શક્યતા છે. જેને લઈ સંઘ પ્રદેશ દમણમાં પ્રિ મોન્સૂનની એક્ટિવિટીમાં વધારો જોવા મળ્યો છે. પ્રિ-મોન્સૂનની એક્ટિવિટીને ધ્યાને રાખી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. માછીમારોને પોતાની બોટ સલામત સ્થળે ખસેડવાની સૂચના અપાઈ છે. જેથી હવે માછીમારોએ માછીમારી પણ બંધ કરી છે. હાલમાં માછીમારો પોતાની બોટના સમારકામમાં લાગ્યા છે. મહત્વનું છે કે, સામાન્ય રીતે માછીમારો નાળિયેરી પૂનમના દિવસે માછીમારીની શરૂઆત કરતા હોય છે. દરિયો શાંત થયા બાદ ફિશરીઝ વિભાગની સૂચના બાદ માછીમારો દરિયામાં જશે.

કેરળ વર્ષે ચોમાસુ 3 દિવસ પહેલા બેસી ગયું છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં પણ આ વખતે ચોમાસુ વહેલા આવે તેવી સંકેત વર્તાઇ રહ્યા છે. ત્યારે પાડોશી સંઘપ્રદેશ દમણના દરિયામાં હાલે પ્રિમોન્સૂન એક્ટિવિટીમાં પણ વધારો થયો છે. દમણના મધદરિયે દરિયાના પાણીમાં ભારે કરંટ જોવા મળતાં ફિશરીઝ વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. ત્યારે માછીમારોએ પોતાની બોટ દમણની જેટી ખાતે સલામત રીતે ખડકી દેવામાં આવી છે.

હાલે દરિયામાં ભારે કરંટના કારણે માછીમારોએ પોતાની હોળીઓ અને બોટ દમણ જેટી પર સલામત સ્થળે મુકવામાં આવી રહી છે. હાલે દમણના દરિયામાં માછીમારી બંધ છે. જેથી માછીમારો હાલે પોતાની બોટમાં સમારકામ કરી રહ્યા છે અને આવતી માછીમારીની મોસમ શરૂ થાય તે પહેલાં પોતાની બોટને સજ્જ કરી રહ્યા છે. બોટ માલિકો હાલે પોતાની બોટમાં કલરકામ સહિત અન્ય મેન્ટેનન્સની કામગીરી કરી રહ્યા છે.

આવતા સમયમાં જ્યારે દરિયો શાંત થશે અને દમણ ફિશરીઝ વિભાગ જ્યારે પરવાનગી આપશે ત્યારે દમણના માછીમારો પોતાની બોટ દરિયામાં મોકલશે. દર વખતે સામાન્ય રીતે નાળિયેરી પૂનમના દિવસે માછીમારો પોતાની નવી માછીમારી કરવાની મોસમની શરૂઆત કરતા હોય છે.

(5:51 pm IST)