Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

વડોદરાના આજવા રોડ પર પ્રેમલગ્નની અદાવતમાં યુવક પર લાકડીથી હુમલો કરવામાં આવતા પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી

વડોદરા: આજવા રોડ એકતા નગર પાસે રહેતા અને દરજી કામ કરતા ઇલયાસ ઇકબાલભાઇ  રાણાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,ગત તા.૩૦ મી એ રાતે  દશ વાગ્યે મારા ઘર પાસે ઉભો હતો.તે દરમિયાન મારી બાજુમાં રહેતા શાહરૃખ સલીમખાન  પઠાણે આવીને મારી પાસે ૧૦૦ રૃપિયા માંગ્યા હતા.પરંતુ, મેં કહ્યું હતું કે, મારી  પાસે  રૃપિયા નથી.શાહરૃખે મને કહ્યું હતું કે,તારે જરૃર હોય છે,ત્યારે હું આપુ છું.તું કેમ રૃપિયા આપવાની ના  પાડે છે.તેણે મને ગાળો બોલી ઝઘડો શરૃ કર્યો હતો.મેં તેને ગાળો બોલવાની ના પાડતા તે વધુ ઉશ્કેરાયો હતો.તેના ભાઇ સમીર તથા સલમાન પણ આવી ગયા હતા.સમીરે મને પકડી રાખ્યો હતો.અને સલમાને તેની  પાસેના ચપ્પુ વડે મારા  પર હુમલો કરી  પેટની ડાબી બાજુ ઇજા પહોંચાડી હતી.મારી માતા છોડાવવા વચ્ચે પડતા સલમાને મારી માતા મનિષાબેનને પણ ઇજા  પહોંચાડી હતી.મેં બૂમાબૂમ કરતા આરોપીઓ ભાગી ગયા હતા.બનાવ અંગેે પી.આઇ.યુ.એ.જોશીએ હત્યાની કોશિશનો ગુનો દાખલ કરી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. સયાજી ટાઉનશિપમાં રહેતા  રવિ  પ્રવિણચંદ્ર  પરમારની  મામાની દીકરી પંક્તિએ ત્રણ મહિના પહેલા ભાવિત વિપીનભાઇ વણકર (રહે.શ્રી હરિ ટાઉનશિપ આજવારોડ) સાથે લવ મેરેજ કર્યા હતા.તેનો વિરોધ જે-તે સમયે રવિએ કર્યો હતો.તેની અદાવત રાખી ગત મોડીરાતે દોઢ વાગ્યે રવિ અને તેના પિતા વિપીનભાઇએ રવિ પર લાકડીથી હુમલો કર્યો હતો.રવિને  છોડાવવા તેની  પત્ની ભાવિકા વચ્ચે પડતા તેમના  પર આરોપીઓએ હુમલો કર્યો હતો.બાપોદ પોલીસે આ અંગે રવિની ઉપરોક્ત ફરિયાદના આધારે ગુનો દાખલ કર્યો છે.

(4:46 pm IST)