Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

વડોદરા:લગ્ન પ્રસંગે પીવા માટે લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પોલીસે એક શખ્સની ધરપકડ કરી

વડોદરા:લગ્ન પ્રસંગે પીવા માટે વિદેશી દારૃ લાવનાર આરોપીને વાડી પોલીસે ઝડપી લીધો છે.જ્યારે અન્ય એક બનાવમાં  પોલીસે માંજલપુર ખિસકોલી સર્કલ પાસેથી એક આરોપીને દારૃ અને બિયર સાથે ઝડપી લીધો છે. ડીસીપી ઝોન-૩ નો સ્ટાફ ગઇકાલે વિસ્તારમાં  પેટ્રોલિંગમાં હતો.તે દરમિયાન માહિતી મળી હતી કે,ખિસકોલી સર્કલ સાંઇબાબા સ્કૂલની પાછળ ગોકુલનગર-૪ માં ખુલ્લી જગ્યામાં મુનેશસિંહ સોલંકીએ વિદેશી દારૃ સંતાડયો છે.જેથી,પોલસે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા મુનેશસિંહ રયજીભાઇ સોલંકી મળી આવ્યો હતો.તેણે સંતાડેલી દારૃની પાંચ બોટલ અને બિયરના ૬ ટીન મળી આવ્યા હતા.જેથી,પોલીસે તેની સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે અન્ય એક બનાવમાં  વાડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો.તે દરમિયાન માહિતી મળી હતી કે,બરાનપુરા  પેટ્રોલપંપ સામે પતિયાવાડમાં લાલુ ઉર્ફે બોબડો વિદેશી દારૃનો ધંધો કરે છે.જેથી,પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા આરોપી પ્લાસ્ટિકના થેલો લઇને ઉભો હતો.તેની પાસે તપાસ કરતા દારૃની ૭ બોટલ મળી આવી હતી.જેથી,પોલીસે આરોપી લાલુ ઉર્ફે બોબડો કાંતિભાઇ ચુનારા (રહે.બરાનપુરા)ની સામે  ગુનો દાખલ કર્યો છે.પોતાના સંબંધીના ઘરે લગ્નપ્રસંગમાં પીવા માટે તે લાવ્યો હોવાનું પોલીસને  જણાવ્યું હતું.

(4:45 pm IST)