Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

વડોદરાના રાવપુરા વિસ્તારમાં છોકરીઓને બીભત્સ ચેનચાળા કરતા યુવકને મહિલાઓએ ઝડપી મેથીપાક ચખાડ્યો

વડોદરા: દાંડિયાબજાર રાજસ્થાન હોટલ પાસે રસ્તામાં ઉભા રહીને આવતી જતી છોકરીઓ અને મહિલાઓને બીભત્સ ઇશારા કરી હેરાન કરતા આરોપીને રાવપુરા પોલીસે ઝડપી પાડી ગુનો દાખલ કર્યો છે.

ગઇકાલે રાવપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો.તે દરમિયાન કંટ્રોલરૃમ તરફથી મેસેજ મળ્યો હતો કે,દાંડિયાબજાર રાજસ્થાન હોટલ  પાસે એક યુવકને છોકરીઓની છેડતી  કરતા પકડયો છે.જેથી,રાવપુરા પોલીસની ટીમ ત્યાં  પહોંચી ગઇ હતી.સ્થળ પર એક યુવકને મહિલાઓએ પકડી રાખ્યો હતો.એક મહિલા તથા એક યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે, આરોપી આવતી જતી છોકરીઓને હાથ અને આંખથી ઇશારા કરીને હેરાન કરે છે.અને બિભત્સ ચેનચાળા કરે છે.જેથી,પોલીસ તેને પકડી રાવપુરા પોલીસ સ્ટેશન લઇ આવી હતી.પોલીસે આરોપી મિતેશ કુલીનચંદ્ર ભટ્ટ (રહે.રાધા કૃષ્ણની પોળ, રાજમહેલરોડ) ની સામે ગુનો દાખલ કર્યો હતો.

(4:45 pm IST)