Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

સુરત:હજીરા રોડ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક:કુહાડી વડે નંદીની પૂંછડી કાપી નાખવાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામ્યો

સુરત: ચોર્યાસી તાલુકાના હજીરા રોડના દામકા ગામમાં નંદી (બળદ) ઉપર અસામાજીક તત્વોએ જલદ પ્રવાહી નાંખી દેતા ગંભીર રીતે દાઝી જવાની ઘટના બાદ નંદી પર હુમલાની વધુ એક ઘટના બનવા પામી છે. ભેંસાણ હાઇવે પર સ્વાગત રેસીડન્સી નજીક નંદીના પીઠમાં પુછડીથી ઉપરના ભાગે કુહાડી મારી ગંભીર ઇજા પહોંચાડતા ઇચ્છાપોર પોલીસ દોડતી થઇ ગઇ છે. સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના હજીરા રોડના દામકા ગામના દરજી ફળીયામાં પંદરેક દિવસ અગાઉ અસામાજીક તત્વોએ રસ્તા પરથી પસાર થતા નંદી ઉપર જલદ પ્રવાહી ફેંકતા ગંભીર રીતે દાઝી જતા રસ્તા પર નંદીએ દોડાદોડ કરી હતી. આ ઘટનામાં ઇચ્છાપોર પોલીસે તપાસ હાથ ધરી હતી પરંતુ હજી સુધી નંદી પર હુમલો કરનાર અસામાજીક તત્વનું પગેરૂ મળ્યું નથી. ત્યાં વળી નંદી પર હુમલાની વધુ એક ઘટના બનવા પામી છે. ભેંસાણ હાઇવે સ્થિત સ્વાગત રેસીડન્સી નજીક ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમી રહેલા યુવાનોની નજર કુદાકુદ કરી રહેલા નંદી પર પડી હતી.

(4:45 pm IST)