Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

સુરતના પાલ ગૌરવ વિસ્તારમાં પશુપાલન નિયામકના ગળામાંથી 2 તોલા સોનાની ચેઇન આંચકી બુકાનીધારી છૂમંતર.....

સુરત: પાલ ગૌરવ પથ સ્થિત બાગબાન સર્કલ પાસે નાઇટ વોકમાં નીકળેલા મદદનીશ પશુપાલન નિયામકના ગળામાંથી 2 તોલા વજનની સોનાની ચેઇન આંચકીને બુકાનીધારી સ્નેચરો બાઇક પર ફરાર થઇ જતા અડાજણ પોલીસ દોડતી થઇ ગઇ છે.

નાનપુરા સ્થિત પશુરોગ સંશોધન એકમના મદદનીશ પશુપાલન નિયામક અશોક વલ્લભ કુંભાણી (ઉ.વ. 40 રહે. ગ્રીનસિટી, ભાઠા, હજીરા રોડ) ગત રવિવારે રાતે જમ્યા બાદ નાઇટ વોકમાં નીકળ્યા હતા. ઘરેથી નીકળી પાલ ગૌરવ પથ બાગબાન સર્કલ તરફ જઇ રહ્યા હતા ત્યારે મોનાર્ક ચાર રસ્તા તરફથી બાઇક પર બુકાનીધારી બે સ્નેચરો ઘસી આવ્યા હતા. જે પૈકી બાઇક પર પાછળ બેસેલા સ્નેચરે અશોકના ગળામાંથી સોનાની બે તોલા વજનની ચેઇન કિંમત રૂ. 70 હજારની આંચકીને પાલ હવેલી તરફ ભાગી ગયા હતા. ઘટના અંગે ગત રોજ પશુપાલન નિયામક અશોક કુંભાણીએ અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

(4:44 pm IST)