Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

આણંદ જિલ્લામાં ભેદી સંજોગોમાં ચાર યુવતીઓ સહીત એક યુવક ગૂમ થઇ જતા ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી

આણંદ : આણંદ જિલ્લામાં ગુમ થવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. વિતેલા દિવસો દરમ્યાન જિલ્લાના ઓડ, અંબાલી, પીપળોઈ અને ઉંટડી ગામની ચાર અલગ-અલગ યુવતીઓ તેમજ ભેટાસીનો એક યુવક રહસ્યમય રીતે લાપતા થયા હોવાના પાંચ અલગ-અલગ બનાવો અલગ-અલગ પોલીસ મથકે નોંધાયા છે.

 આણંદ તાલુકાના ઓડ ગામના ગોટી ટેકરા ખાતે રહેતા સંજયભાઈ રાવજીભાઈ દેવીપૂજકની પુત્રી ચંદ્રીકાબેન ઉર્ફે શિતલ (ઉં.વ.૧૮) ગત તા. ૨૮મી મેના રોજ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરેથી કોઈને કાંઈ કહ્યા સિવાય ચાલી જઈ લાપતા થઈ હતી જે અંગે ખંભોળજ પોલીસે જાણવા જોગ નોંધ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બીજા બનાવની વિગતમાં આંકલાવ તાલુકાના અંબાલી ગામે રણપીપળી રોડ ઉપર રહેતા વિનુભાઈ પરમારની પુત્રી ભગવતી (ઉં.વ.૨૪) ગત તા. ૨૬મી મેના રોજ પોતાના ઘરેથી કોઈને કાંઈ કહ્યા સિવાય ક્યાંક ચાલી જઈ ગુમ થતા આંકલાવ પોલીસે જાણવાજોગ નોંધ નોંધી  કાર્યવાહી હાથ ધરી છે. 

ત્રીજા બનાવની વિગતમાં ખંભાત તાલુકાના પીપળોઈ ગામે ઉમીયા મંદિરવાળા ફળીયામાં રહેતા મહેશભાઈ હાથીભાઈ પટેલની ૨૧ વર્ષીય પુત્રી ક્રિષ્નાબેન ગત તા. ૨૯મી મેના રોજ પોતાના ઘરેથી કોઈને કાંઈ કહ્યા સિવાય ચાલી જઈ લાપતા થઈ હતી. જે અંગે મહેશભાઈ પટેલે ખંભાત ગ્રામ્ય પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે ગુમ થનાર યુવતીની સઘન શોધખોળ આદરી છે. ગુમ થવાના ચોથા બનાવની વિગતમાં મુળ સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકાના ઉંટડી ગામ ખાતે રહેતા રાજેશભાઈ ઈશ્વરભાઈ પરમારની પત્ની કરીશ્માબેન (ઉં.વ.૨૧) ગત તા. ૨૯મી મેના રોજ કામકાજ અર્થે તારાપુર ખાતે આવ્યા બાદ ત્યાંથી રહસ્યમય રીતે લાપતા થઈ હતી. જે અંગે તારાપુર પોલીસે જાણવાજોગ નોંધ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(4:43 pm IST)