Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

નરેન્‍દ્રભાઈ મોદીએ રામભાઈ મોકરીયાને જન્‍મદિનની શુભેચ્‍છા પાઠવી

રાજકોટઃ રાજયસભાના સાંસદ અને ભારતની અગ્રણી કુરીયર એજન્‍સી મારૂતિ કુરીયર સર્વિસના ફાઉન્‍ડર અને જાણીતા જનસેવકશ્રી રામભાઈ મોકરીયાનો આજે જન્‍મદિવસ હોય વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ શુભેચ્‍છા પાઠવી હતી.

રામભાઈ લોકસેવાના કાર્યમાં વર્ષોથી જોડાયેલા હોય નાના માણસને પણ સન્‍માન આદર આપતા હોય જેથી દરેક વર્ગમાં જબરી લોકચાહના ધરાવે છે. કેન્‍દ્રીય મંત્રીઓ, સાંસદ સભ્‍યો રાજય સરકારના મંત્રીઓ, ધારાસભ્‍યો અને વિવિધ ક્ષેત્રના સામાજીક, શૈક્ષણિક અને રાજકીયક્ષેત્રના અગ્રણીઓ તથા કાર્યકરો દ્વારા શુભેચ્‍છાવર્ષા કરવામાં આવી હતી.(મો.૯૯૨૫૧ ૧૮૯૯૯) 

(4:37 pm IST)