Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગરની મુલાકાતે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી તેમજ વિવિધ રાજ્યોના શિક્ષણ મંત્રીઓ અને તેમના પ્રતિનિધિઓ

રાજકોટ તા. : કેન્દ્રીય શિક્ષણ મંત્રી  ધર્મેન્દ્ર પ્રધાન, ગુજરાતના શિક્ષણ મંત્રી  જીતુભાઈ વાઘાણી તેમજ વિવિધ રાજ્યોના શિક્ષણ મંત્રીઓ અને તેમના પ્રતિનિધિઓએ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગરની મુલાકાત લીધી હતી.

     નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU)

ગુજરાત સરકાર દ્વારા વર્ષ-૨૦૦૮માં NFSUની રચના કરવામાં આવી હતી. જે અગાઉ ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (GFSU)તરીકે ઓળખાતી હતી. મહત્વની સંસ્થાનો દરજ્જો ધરાવતી નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી વિશ્વની પ્રથમ અને એકમાત્ર યુનિવર્સિટી છે, જે ફોરેન્સિક, બિહેવિયરલ, સાયબર સિક્યુરિટી, ડિજિટલ ફોરેન્સિક્સ અને સંલગ્ન વિજ્ઞાનને સમર્પિત છે. દેશમાં અને સમગ્ર વિશ્વમાં ફોરેન્સિક નિષ્ણાતોની વધતી માંગ સામે તીવ્ર અછતને પૂર્ણ કરવાના ઉદ્દેશ્ય સાથે તેની સ્થાપના કરવામાં આવી હતી. નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સીટી આઠ સ્કૂલમાં ૪૬ અભ્યાસક્રમો ચલાવી રહ્યું છે.

(4:20 pm IST)