Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

ભરતસિંહનું ‘ઇલુ ઇલુ' : પત્‍નીએ રંગેહાથ પકડયા : ઝપાઝપી - લાફાવાળી

ભરતસિંહના પત્‍ની રેશ્‍મા ઘરે પહોંચતા પતિ અન્‍ય યુવતી સાથે જોવા મળતા હોબાળો : ત્રણેય વચ્‍ચે ઝપાઝપી : પતિ - પત્‍ની ઔર વો... વિડીયો વાયરલ થતાં ખળભળાટ

ભરતસિંહ સોલંકી અને તેમની પત્‍ની રેશ્‍મા સોલંકી
અમદાવાદ તા. ૧ : કોંગ્રેસના નેતા તેમજ ભૂતપૂર્વ કેન્‍દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીને તેમના પત્‍ની રેશ્‍મા સોલંકીે  પરષાી સાથે રંગેહાથ ઝડપી લીધા હોવાનો એક વિડીયો સામે આવ્‍યો છે. આ વિડીયો મંગળવાર સાંજનો હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે આ વિડીયો કયારનો છે અને કોણે રેકોર્ડ કર્યો તે અંગે કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત નથી થઈ શકી. તેમ ગુજરાત સમાચારની  નેટ આવૃતિ ઉપર પ્રસિધ્‍ધ થયું છે. શ્રી ભરતસિંહજીનો સંપર્ક સાધવા પ્રયાસ કરતા તેઓ મળી શકયા ન હતા.
ભરતસિંહ સોલંકી અને તેમની પત્‍ની રેશ્‍મા સોલંકી વચ્‍ચે પરષાીને લઈને થયેલી જોરદાર બબાલની વિડીયો ક્‍લીપ સોશિયલ મીડિયામાં વહેતી થઈ છે. વિડીયો ક્‍લિપમાં રેશ્‍મા સોલંકી ભરતસિંહના ઘરમાં દરવાજો ખોલી પ્રવેશે છે અને ઘરમાં રહેલી એક યુવતી સાથે ઝપાઝપી શરૂ કરે છે તેમ દેખાઈ રહ્યું છે.
ક્‍લિપમાં રેશ્‍મા સોલંકી યુવતીને એમ કહેતા સંભળાય છે કે, તે મારો નથી થયો.. તેના માટે મેં આખી દુનિયા છોડી દીધી.. મારો બાપ પણ મરી ગયો.. જેવી દશા મારી થઈ તેવી જ દશા તારી પણ થશે. યુવતી રેશ્‍મા સોલંકીને આન્‍ટી કહીને પણ સંબોધે છે, જેના જવાબમાં રેશ્‍મા સોલંકી તેને એમ કહેતા સાંભળી શકાય છે કે, તું મને આન્‍ટી કહે છે તો પેલો તારો દાદો ના થયો? પ્રસિદ્ધ થયેલા આ અહેવાલમાં લખાયું છે કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ માધવસિંહ સોલંકી અને તેમના પત્‍ની રેશ્‍મા વચ્‍ચેનો વિવાદ ખૂબ જ ચકચાર મચાવી રહ્યો છે. ભરતસિંહ સોલંકીએ ગત વર્ષે એક જાહેર નોટિસ દ્વારા પોતાની પત્‍ની સાથે કોઈએ નાણાંકીય લેવડ-દેવડ કે અન્‍ય સંબંધો રાખવા નહીં તેવી જાહેરાત કરી હતી. નોટિસમાં તેઓ ચારેક વર્ષથી સાથે નથી રહેતા અને રેશ્‍મા સોલંકી મનસ્‍વી વર્તન કરે છે તેવો દાવો પણ કરવામાં આવ્‍યો હતો.
ભરતસિંહની નોટિસના એક મહિના બાદ રેશ્‍મા સોલંકીએ પણ એક જાહેર નોટિસ દ્વારા ભરતસિંહ સામે વિવિધ આક્ષેપો કર્યા હતા. નોટિસમાં રેશ્‍મા સોલંકીએ પોતાના જીવને જોખમ હોવાથી અમેરિકા આવી ગયા હોવાનું જણાવ્‍યું હતું. સાથે જ એવો દાવો કર્યો હતો કે, તેમના બેંક ઓફ અમેરિકાના પર્સનલ અને બિઝનેસ એકાઉન્‍ટમાંથી ભરતસિંહ સોલંકીએ તેમની જાણ બહાર જ અન્‍ય ઈસમોના ખાતામાં ૩ લાખ ડોલર (આશરે સવા ૨ કરોડ રૂપિયા) ટ્રાન્‍સફર કરી દીધા છે. તેવું પણ આ ગુજરાતી અખબારની વેબસાઇટમાં પ્રસિધ્‍ધ થયેલ હેવાલમાં જણાવ્‍યું છે.

 

(3:47 pm IST)