Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

તેલંગણાંના વકીલ વિરૂધ્‍ધ બી.સી.આઇ.દ્વારા કાર્યવાહી કરાશેઃ દિલીપ પટેલ

સોશ્‍યલ મીડીયામાં ઉશ્‍કેરણીજનક નફરત ફેલાવનાર

રાજકોટ તા. ૧: બાર કાઉન્‍સીલ ઇન્‍ડીયાની તા. ૧-૬-રરના યોજાયેલ અરજન્‍ટ બેઠકમાં તેલંગણા હાઇકોર્ટમાં પ્રેકટીસ કરતા એડવોકેટ કવી અબ્‍બાસીના નિવેદન શોશ્‍યલ મીડીયામાં વોટસઅપ અને યુ ટયુબ ચેનલો અને અન્‍ય મીડીયા પ્‍લેટફોર્મ દ્વારા વ્‍યાપકપણે પ્રસારીત કરતા કવી અબ્‍બાસી ઉશ્‍કેરીજનક સાંપ્રદાયીક નફરત હીંસા ફેલાવવા જાહેર વ્‍યવસ્‍થા શાંતિ માટે ખબરો હોય બીસીઆઇ ની અરજન્‍ટ મીટીંગ આજરોજ મળેલ હતી તેમ બીસીઆઇ મેમ્‍બર દીલીપ પટેલે જણાવેલ છે.

વધુમાં મીટીંગમાં જણાવેલ કે બીસીઆઇ કોઇપણ વ્‍યકિતથી ઓછા એડવોકેટ દ્વારા આવા નિંદનીય અને દ્વેષપુર્ણ ગેરવર્તણુંક કયારેય સહન કરી શકશે નહિં અને બીસીઆઇ ની જનરલ કાઉન્‍સીલે તેલંગણા બીલ કાઉન્‍સીલને કલમ ૩પ એડવોકેટ એકટ હેઠળથી અબ્‍બાસી સામે શિસ્‍તની કાર્યવાહી શરૂ કરવાનો નિર્દેશ આપતો ઠરાવ કરેલ હતો.

વધુમાં ઠરાવમાં જણાવેલ હતું કે કવી અબ્‍બાસીના અત્‍યંત વાંધા જનક વર્તનને ધ્‍યાન રાખીને શિસ્‍તની કાર્યવાહી દરમ્‍યાન તેલંગણા સ્‍ટેટ બીલ કાઉન્‍સીલમાં તેમની નોંધણી સ્‍થગીત રહેશે. અને તેલંગણા બાર કાઉન્‍સીલે આ ડીસીપ્‍લરી કમીટી ત્રણ મહિનામાં પુર્ણ કરવાનો આદેશ કરેલ હતા આ આદેશથી શોશ્‍યલ મીડીયાનો ગેરઉપયોગ કરનારને આ કાર્યવાહી સીમાચીન્‍હ બની રહેશે તેમ બીસીઆઇ મેમ્‍બર દીલીપ પટેલે જણાવેલ છે.

(3:35 pm IST)