Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

ગાયનું દૂધ શ્રેષ્‍ઠ આહાર નહીં, શ્રેષ્‍ઠા ઔષધી

આજે વિશ્વ મિલ્‍ક ડે : ગાય કોઈ એક સંપ્રદાય, ધર્મ, કાળ કે ખંડ પુરતી જ મુલ્‍યવાન નથી, પરંતુ માતાના માતૃત્‍વની તોલે જેમ કોઈ ન આવે તેમ ગાય સમગ્ર વિશ્વના માતૃત્‍વ ભાવ માટે યોગ્‍યતા ધરાવે છે

સત્‍ય હંમેશા કસોટીની એરણે ચડતું રહ્યું છે. કસોટીની એરણે ચડયા બાદ સત્‍ય પ્રસ્‍થાપિત થાય જ છે, પરંતુ ત્‍યાં સુધીમાં ઘણા બધાને વિચલત કરી નાખે છે. ઘણા તેનો ગેરફાયદો ઉઠાવી લે છે. સરવાળે સમાજ અને વિશ્વને અનેકગણું નુકશાન થઈ જાય છે. સત્‍ય સમજાય ત્‍યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હોય છે. પણ ખૈર ! નિયતિનો ક્રમ કે કુદરતની લીલા સ્‍વીકારીને સત્‍યનો સ્‍વીકાર કરતા રહેવામાં જ સૌનું શ્રેય છે.

આ સીલસીલામાં પ્રથમ ગાય અને હવે દૂધ સત્‍યની એરણે ચડયું હોય એમ લાગે છે. ‘‘ગાવો વિશ્વાસ્‍થ માતર'' ગાય વિશ્વમાતા છે. આ ફકત સંસ્‍કળત શ્‍લોક નથી, પરંતુ એક વૈજ્ઞાનિક પ્રતિપાદિત સિધ્‍ધાંત છે. આ સિધ્‍ધાંતની વિસ્‍તળત સમજુતિ માટે તર્ક, માન્‍યના કે શ્રધ્‍ધા જ નહી પણ વૈજ્ઞાનિક તથ્‍યો સહિતની સાબિતીઓ વિશ્વ સમક્ષ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને પળથ્‍થકરણ દ્વારા પ્રસ્‍થાપિત થઈ ચૂકી છે.

ગાય કોઈ એક સંપ્રદાય, ધર્મ, કાળ કે ખંડ પૂરતી જ મૂલ્‍યવાન નથી, પરંતુ માતાના માતળત્‍વની તોલે જેમ કોઈ ન આવે તેમ ગાય સમગ્ર વિશ્વના માતળત્‍વ ભાવ માટે યોગ્‍યતા ધરાવે છે. આ વાત આપણે પヘમિના વૈજ્ઞાનિકો સમજાવશે ત્‍યારે માનીશું ? એ પણ કેવી વિડંબના હશે ?

આવું જ ગાયના દૂધ બાબતે લખાઈ રહેલા લેખો બાબતે બની રહ્યું છે. ‘‘ ધે નો દુગ્‍ધ અમળત'' ગાયનું દૂધ અમળત છે, છે ને છે જ ! શાષાોમાં લખાયેલું છે, એટલે ફક્‍ત ધાર્મિકતા સાથે જોડાયેલું છે, શ્રધ્‍ધાનો વિષય છે, એમ માની લેવાની મૂર્ખતા ન કરીએ. ખરા અર્થમાં આપણા શાષાો વિજ્ઞાનના પુસ્‍તકો છે. તેમાં રહેલા શ્‍લોકો વૈજ્ઞાનિક સિધ્‍ધાંતો છે. ઋષિ- મુનિઓ વૈજ્ઞાનિકો છે અને આપણી જીવનશૈલી, રીતરીવાજ, પ્રથા, રહેણી કરણીએ વૈજ્ઞાનિક સિદ્ધાંતોની પ્રેકટીકલ એપ્‍લીકેશન્‍સ છે. આટલી વાત સમજી લઈએ તો બધા પ્રશ્નોનું નિરાકરણ થઈ જાય !

ગાયના દૂધમાં રહેલા પ્રોટીન્‍સ , ફેટ , કાર્બોહાઇડ્રેટ, વિટામિન્‍સ, મીનરલ્‍સ સહિતના અસંખ્‍ય તત્‍વો, તેમાં રહેલી એન્‍ટીઓક્‍સીડેન્‍ટ,બાયોએન્‍હાન્‍સર, ઇમ્‍યુનોમોડ્‍યુલેટર , એન્‍ટી એજીંગ પ્રોપર્ટી ગાયના દૂધને શ્રેષ્ઠ આહાર જ નહીં શ્રેષ્ઠ ઔષધિની શ્રેણીમાં સ્‍થાન અપાવે છે. ગાયનું દૂધ શ્રેષ્ઠ અને ગુણકારી છે. ગાયના દૂધ, દહીં, છાશ, માખણ અને ઘી મનુષ્‍ય જ નહી પ્રાણી અને વનસ્‍પતિના આરોગ્‍ય અને રોગપ્રતિકારકતા માટે આજે વિજ્ઞાનની કસોટીની એરણમાંથી પસાર થઈ ચૂકયા છે.

આપણા શાષાોની બાબતોને અમેરિકા અને જર્મનીના વૈજ્ઞાનિકોએ લેબોરેટરીમાં સિધ્‍ધ કરી બતાવી છે. તેનો ઉપયોગ ભૌતિક સમળધ્‍ધિ અને આર્થિક સધ્‍ધરતા માટે કરી રહ્યા છે. એ તો આભાર માનીએ આપણા ઋષિ- વૈજ્ઞાનિકોનો કે જેમણે એમની શોધોની પેટન્‍ટ ન કરાવી અને નિસ્‍વાર્થ ભાવે જગતના સર્વજીવ હિતાર્થે લોકભોગ્‍ય બનાવી.

એક તર્ક રજુ કરવામાં આવે છે કે, ગાયનું દૂધ તેના વાછરડા - વાછ૨ડી માટે છે. આ વાત સ્‍વીકારીએ તો પણ એનો અર્થ એવો ન થાય કે તે અખાદ્ય તો નથી જ ! ઝેર તો નથી જ ! ઉલ્‍ટાનું સંપૂર્ણ આહાર છે, તે પ્રતિપાદિત થઈ ગયું. છતાં પણ આપણે ત્‍યાં દોહાન શબ્‍દ પ્રયોગ પ્રચલિત છે. આનો અર્થ એ થયો કે ગાયના બે આંચળ જ દોહવા. બે આંચળ તેમના બચ્‍ચા માટે છોડી દેવા. બે આંચળનું દૂધ આપણા માટે છે. એટલા દૂધના જ આપણે હકદાર છીએ.

ગાયનું દૂધ બાળકો માટે અમળત અને મોટાઓ માટે રોગનું ઘર, આ વાત પણ મોટી ગેરસમજ નથી તો શું ? એક પદાર્થ બાળકો માટે અમળત હોય એ મોટેરાઓ માટે રોગનું મૂળ કઈ રીતે સંભવી શકે ? દૂધ એ દૂધ છે. એના ફાયદા શરીરની સંરચના અને ફીઝયોલોજી મુજબ જ થાય. વ્‍યક્‍તિગત ધોરણે કોઈને દૂધ માફક ન આવે એ અલગ વિષય છે. દરેકની તાસીર અલગ હોય છે.

ભારતીય વંશનાં દેશી ગાયો અને વિદેશી એચ.એફ / જર્સી ગાયોના દૂધની બાબતે પヘમિના વૈજ્ઞાનિકોએ જ સિધ્‍ધ કરી બતાવ્‍યું છે. આપણી ભારતીય વંશની બોસ ઈન્‍ડીકસન દૂધ તેમની બોસ ટોરસના દૂધ કરતા સ્‍વાસ્‍થ્‍ય માટે શ્રેષ્‍ઠ છે. એટલે જ તો ભારતીય ગાયોનું મૂલ્‍ય વધ્‍યું છે.

ગાયને જંતુનાશક દેવા કે ફર્ટીલાઈઝરથી તૈયાર કરેલા ચારાને બદલે સજીવ ખેતી દ્વારા ઉગાડેલા જુવાર - બાજરી, મકાઈ, જવ, ઓટ, રજકો, જીંજવો, ધામણ કે અન્‍ય ઘાસ કે ફળ - ફળાદી - શાકભાજી ખવડાવવાથી દૂધમાં ઝેરી તત્‍વો આવશે નહિ અને ગુણવત્તાયુક્‍ત દૂધ પ્રાપ્ત થશે.

ગાય બીમાર ન પડે, ટી.બી, બ્રુસેલોસીસ કે અન્‍ય રોગોમાં ન સપડાય, તેનુ નિયમિત હેલ્‍થ ચેકઅપ થતું રહે, યોગ્‍ય સારવાર મળી રહે, રહેઠાણ સ્‍વસ્‍થ અને સુઘડ હોય, તેને શુધ્‍ધ પાણી - આહાર મળી રહે, જરૂરી તત્‍વો ઓર્ગેનિક ખાણ - દાણ દ્વારા મળતા રહે, કુદરતી ચરીયાણમાં ચ૨વાની અને ઓષધયુક્‍ત વનસ્‍પતિ ખાવાનો મોકો મળે, વધુ દૂધ માટે હોર્મોન્‍સના ઇજેકશન આપવામાં ન આવે, ગાયને ફક્‍ત દૂધનું મશીન ન માનવામાં આવે અને માનવીય સંવેદના સાથે કુટુંબના આત્‍મિય સ્‍વજન તરીકે સ્‍થાપવામાં આવે અને સૌથી મોટી વાત કે તેને પ્રેમ અને વાત્‍સલ્‍ય મળતા રહે. તે હંમેશા પ્રફુલ્લિત અને આનંદમાં રહે, તો તેનું દૂધ સાચા અર્થમાં અમળત જ છે. જેમાં કોઈ શંકા રાખવાની જરૂ૨ નથી.(૩૦.૯)

ડો.વલ્લભભાઈ કથીરિયા,

પૂર્વ અધ્‍યક્ષ રાષ્‍ટ્રીય કામધેનુ આયોગ, પૂર્વ કેન્‍દ્રીય મંત્રી, ભારત સરકાર.

મો.૯૦૯૯૩ ૭૭૫૭૭

(3:32 pm IST)