Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

બી.સી.આઇ.નું સભ્‍યપદ ચાલુ રાખવાના દિલીપભાઇ પટેલના પ્રયત્‍નો પાર્ટીના મેન્‍ડેટની અવગણના કરી વિશ્‍વાસઘાત કર્યા સમાન છેઃ અર્જુનભાઇ પટેલ

ભારતીય જનતા પાર્ટી શિસ્‍તબધ્‍ધ પાર્ટી છે તેના મેન્‍ડેટનો કોઇ ભંગ કરી શકે નહીં: દિલીપભાઇના હોદો નહી છોડવાના નિર્ણયથી વકીલોમાં પણ નારાજગી વધી છેઃ દિલીપભાઇના કૃત્‍યને વખોડી કાઢતા ભાજપ અગ્રણી એડવોકેટ અર્જુનભાઇ પટેલ

રાજકોટ, તા.૧: બાર કાઉન્‍સીલ ઓફ ઈન્‍ડિયાનું સભ્‍યપદ ચાલુ રાખવાના દિલીપ પટેલના પ્રયત્‍નો ભારતીય જનતા પાર્ટીના મેન્‍ડેટની અવગણના અને વિશ્વાસધાત સમાન છે અને તે માટે દિલીપ પટેલે મોટી કિંમત ચુકવવી પડશે તેમ જાણીતા અર્જુનભાઇ પટેલે જણાવ્‍યુ છે.

ભારતીય જનતા પાર્ટી શિસ્‍તબધ્‍ધ પાટી છે અને આ પાર્ટીના મેન્‍ડેટનો કોઈ ભંગ કરી શકે નહી. બાર કાઉન્‍સીલ ઓફ ઈન્‍ડિયાનું સભ્‍યપદ ચાલુ રાખવાના પ્રયત્‍નો એટલે વિશ્વાસઘાત જે બાર કાઉન્‍સીલ ઓફ ગુજરાતના મેમ્‍બર દિલીપ પટેલ કરી રહયા છે દિલીપ પટેલનું બાર કાઉન્‍સીલ ઓફ ઈન્‍ડિયાનું સભ્‍યપદ સ્‍વ. અભયભાઈ ભારદ્વાજના પ્રયત્‍નોથી અને તેમણે આપેલ ખાત્રીથી અઢી વષે માટે નિયત થયેલ હતું. જે સભ્‍યપદ હજુ ચાલુ રાખવાના દિલીપ પટેલના પ્રયત્‍નો અભયભાઈએ આપેલા વિશ્વાસના ભંગ સમાન છે તેમ  ભાજપ અગ્રણી અને જાણીતા એડવોકેટ અર્જુન પટેલે આક્રોશ કરતા જણાવેલ છે.

બાર કાઉન્‍સીલ ઓફ ઈન્‍ડિયાના સભ્‍યપદ અંગેની કાયદાકીય પ્રક્રિયા એવી છે કે એડવોકેટ એકટ અન્‍વયે દરેક રાજય માટે સ્‍ટેટ બાર કાઉન્‍સીલની રચના કરવામાં આવેલ છે અને સ્‍ટેટ બાર કાઉન્‍સીલના સભ્‍યોની ચૂંટણી એડવોકેટ એકટ હેઠળ થાય છે અને આ ચૂંટણી અન્‍વયે ચૂંટાયેલા સ્‍ટેટ બાર કાઉન્‍સીલના સભ્‍યોમાંથી સર્વ સંમતિથી અને ખાસ કરીને સીનીયર હોય તે પૈકીના કોઈપણ એક સભ્‍યને બાર કાઉન્‍સીલ ઓફ ઈન્‍ડિયામાં મોકલવામાં આવે છે. એટલે કે બાર કાઉન્‍સીલ ઓફ ઈન્‍ડિયાના સભ્‍યને દરેક સ્‍ટેટની બાર કાઉન્‍સીલ નોમીનેટ કરીને મોકલે છે અને આ કાયદાની જોગવાઈ પ્રમાણે બાર કાઉન્‍સીલ ઓફ ઈન્‍ડિયાનો સભ્‍ય કોણ હશે તે નકકી કરવાનું કામ સ્‍ટેટ બાર કાઉન્‍સીલનું છે.

દરેક સ્‍ટેટ બાર કાઉન્‍સીલમાં જુદી જુદી સમિતિઓ જે રીતે એનરોલમેન્‍ટ કમિટિ, એક્‍ઝીક્‍યુટીવ કમિટિ, ડીસીપ્‍લીનરી કમિટિ વિગેરે જેવી ઘણી બધી કમિટિઓ હોય છે અને ગુજરાતમાં રપ (પચ્‍ચીસ) બાર કાઉન્‍સીલના સભ્‍યો છે તેમાંથી કોઈ એક સભ્‍ય સ્‍ટેટ બાર કાઉન્‍સીલના ચેરમેન અને એક સભ્‍યને વાઈસ ચેરમેન બનાવવામાં આવે છે અને આ તમામ હોદાઓ સ્‍ટેટ બાર કાઉન્‍સીલના ચૂંટાયેલા સભ્‍યોની સર્વ સંમતિથી એકબીજાને ફાળવવામાં આવે છે. ખાસ કરીને છેલ્લા ૧૫(પંદર) વર્ષથી એટલે કે ત્રણ ટર્મથી ભારતીય જનતા પાર્ટી પ્રેરિત સમરસ પેનલ ગુજરાત સ્‍ટેટ બાર કાઉન્‍સીલનું સંચાલન સર્વ સંમતિથી કરી રહી છે અને કયારેય પણ કોઈ સભ્‍યની કોઈ હોદા માટે વિવાદો ઉપસ્‍થિત કરેલ નથી અને વિવાદ કરવાનો શિસ્‍તબધ્‍ધ પાર્ટીમાં અવકાશ પણ નથી. સામાન્‍ય રીતે આવા ચૂંટાયેલા સભ્‍યો ગુજરાત રાજયના વકીલોના હીતને સર્વોપરીમાની વકીલોના હીત માટે કામ કરતા હોય છે.

બાર કાઉન્‍સીલ ઓફ ઈન્‍ડિયામાં સભ્‍ય તરીકે નોમીનેટ કરવા સબંધે છેલ્લા ઘણા વર્ષોથી સ્‍ટેટ બાર કાઉન્‍સીલ ઓફ ગુજરાતમાં એવી પ્રથા પાડવામાં આવેલ છે કે સ્‍ટેટ બાર કાઉન્‍સીલના દરેક હોદાઓ ઉપર ચૂંટાયેલા દરેક સભ્‍યો વચ્‍ચે સમજુતીથી અઢીઅઢી વષે માટે નિમણૂંક કરવી, જેથી ચૂંટાયેલા દરેક વ્‍યકેતને અલગ અલગ કાર્યો કરવાની તેમજ હોદા ધારણ કરી સેવા કરવાની તક મળી રહે. આ અઢી-અઢી વષ માટે હોદા ધારણ કરવાની તથા દિલીપ પટેલ બાર કાઉન્‍સીલ ઓફ ગુજરાતમાં પ્રથમ વખત ચૂંટાયેલા ત્‍યારથી છે અને તેમણે પોતે છેલ્લા ૧૫ વર્ષમાં ઘણા હોદાઓ અઢીઅઢી વષ માટે ધારણ કરેલા છે. બાર કાઉન્‍સીલ ઓફ ગુજરાતના ચેરમેન અને વાઈસ ચેરમેનના હોદાઓ પણ અઢીઅઢી વર્ષે માટે જુદા જુદા સભ્‍યોએ ધારણ કરેલા છે અને આ અઢી -અઢી વર્ષ માટે હોદો ધારણ કરવાની કરવામાં આવેલી પ્રથા સર્વ સંમતિથી નિયત થયેલી પ્રથા છે અને તેની અવગણના ભારતીય જનતા પાર્ટીનો કોઈ શિસ્‍તબધ્‍ધ કાર્યકર કરી શકે નહી.

દિલીપ પટેલ ત્રીજી વખત ચૂંટાયેલ ત્‍યારે બાર કાઉન્‍સીલ ઓફ ગુજરાતની બોડીની પ્રથા અને સમજુતી પ્રમાણે તેમજ ખાસ કરીને અભયભાઈ ભારદ્વાજના આગ્રહના કારણે દિલીપ પટેલ કરતાં સીનીયર મેમ્‍બર શ્રી વિજયભાઈ પટેલ, શ્રી મનોજભાઈ અનડકટ બાર કાઉન્‍સીલ ઓફ ઈન્‍ડિયાના સભ્‍યપદ માટે નોમીનેટ થવા હકકદાર હોવા છતાં અભયભાઈએ આપેલા વિશ્વાસ અને ખાત્રીના કારણે આ સીનીયર મેમ્‍બરની પણ અવગણના કરી દિલીપ પટેલને અઢી વષે માટે બાર કાઉન્‍સીલ ઓફ ઈન્‍ડિયાના મેમ્‍બર તરીકે ગુજરાત બાર કાઉન્‍સીલે નોમીનેટ કરી મોકલેલા અને બાર કાઉન્‍સીલના હાલના તમામ સભ્‍યો એ હકીકત જાણે છે કે દિલીપ પટેલ અઢી વર્ષ બાદ આ હોદા ઉપરથી પરત ફરશે અને બીજા સીનીયર સભ્‍યને બાર કાઉન્‍સીલ ઓફ ઈન્‍ડિયાના સભ્‍ય તરીકે નોમીનેટ કરવામાં સમર્થન કરશે. પરંતુ અહીંયા પરિસ્‍થિતિ વિપરીત બનેલ છે અને દિલીપ પટેલે તેમના ગુરૂ તથા સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના વિશ્વસનીય અને પ્રેરણાશ્રોત સ્‍વ. અભયભાઈ ભારદ્વાજે બધાની હાજરીમાં આપેલા વિશ્વાસનો ભંગ કરેલ છે અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીની આબરૂ પણ ખરડાય તે રીતે વર્તન કરી બાર કાઉન્‍સીલ ઓફ ઈન્‍ડિયાના હોદાની સમયમર્યાદા સબંધે પોતે આ હોદા ઉપર ચીટકો રહેવા માટે ખોટો વિવાદ ઉપસ્‍થિત કરેલો છે.

બાર કાઉન્‍સીલ ઓફ ગુજરાત કે જે દરેક વકીલની માતૃ સંસ્‍થા છે તેની ગરીમા લાજે તે રીતનું વર્તન કરેલ છે અને પરીણામે સમગ્ર ગુજરાતના વકીલો દિલીપ પટેલના આવા વર્તનથી નારાજ થયેલ છે અને શરમ અનુભવે છે. ઘણા બધા બારમાંથી દિલીપ પટેલની સામે પગલા લેવા વકીલોની માંગ ઉઠી છે ત્‍યાર સીનીયર અને ભાજપ અગ્રણી એડવોકેટ અર્જુન પટેલ પણ દિલીપ પટેલના આવા વર્તનને સખત શબ્‍દોમાં વખોડી કાઢેલ છે અને જરૂર પડયે આકમક વલણ અખત્‍યાર કરવાની પણ ચીમકી ઉચારેલ છે. વધુમાં અર્જુનભાઈ પટેલે જણાવેલ છે કે અમારી માતુ સંસ્‍થા સામે અને તેના નિર્ણયોની સામે તેમજ ભારતીય જનતા પાર્ટીના મેન્‍ડેટનો ભંગ કરનારની સામે કોઈપણ રૌતે હળવાશથી જોઈ શકાશે નહી અને બાર કાઉન્‍સીલ ઓફ ઈન્‍ડિયાના સભ્‍યપદ ઉપર ચીટકી રહેવા માટેની સતા-લાલચાના કારણે બાર કાઉન્‍સીલ ઓફ ગુજરાતને કાનુની વિવાદમાં લઈ જવામાં આવશે તો સમગ્ર ગુજરાતના વકીલો આક્રમક પગલા લેવાની પણ માંગ કરશે. સીનીયર અને ભાજય અગ્રણી એડવોકેટ અર્જુનભાઈ પટેલે વધુમાં એવું પણ જણાવેલ છે કે દિલીપ પટેલે અનેક વખત બાર કાઉન્‍સીલ ઓફ ઈન્‍ડિયાના લેટરહેડનો દુરુપયોગ કરી વિવિધ જગ્‍યાએ બાર કાઉન્‍સીલ ઓફ ઈન્‍ડિયાના હોદાની સતાનો દુરુપયોગ કરી વકીલોને ગેરમાર્ગ દોરેલ છે અને જયુડીશરીને પણ પ્રેસેરાઈઝ કરવાનો અનેક વખત પ્રયત્‍ન કરેલ છે.

 સામાન્‍ય રીતે અને નિયત થયેલ પ્રથા પ્રમાણે બાર કાઉન્‍સીલ ઓફ ઈન્‍ડિયામાં અઢી વર્ષ માટે એક સભ્‍યને મોકલવામાં આવે છે અને એ રીતે દિલીપ પટેલને પણ અઢી વષ માટે બાર કાઉન્‍સીલ ઓફ ઈન્‍ડિયામાં મોકલવામાં આવેલા. પરંતુ આ સમય દરમિયાન કોરોનાકાળ આવતા તેઓને વધુ એક વર્ષ માટે સ્‍ટેટ બાર કાઉન્‍સીલ ઓફ ગુજરાત ધ્‍વારા બાર ઓફ કાઉન્‍સીલ ઈન્‍ડિયામાં ચાલુ રાખવામાં આવેલા અને હવે દિલીપ પટેલને પરત આવી અન્‍ય સીનીયર સભ્‍ય માટે તક આપવા જણાવતા દિલીપ પટેલની સતા-લાલસા અને ખુરશીનો મોહ એટલો બધો વધી ગયેલ કે તેઓએ સ્‍ટેટ બાર કાઉન્‍સીલના સભ્‍યોને અઢી વર્ષ બાદ પરત આવવા માટે આપેલ વચનનું પાલન ન કર્યું અને પરીણામે બાર કાઉન્‍સીલ ઓફ ગુજરાતના ૧૦ થી વધારે સભ્‍યોએ તા.૨૩/૦૫/૨૦૨૨ના રોજ મીટીંગ કરી એકસ્‍ટ્રા ઓડીનરી મીટીંગ બોલાવી સદરહું મીટીંગમાં બાર કાઉન્‍સીલ ઓફ ઈન્‍ડિયાના સભ્‍યપદેથી દિલીપ પટેલને રીકોલ કરી તેની જગ્‍યાએ સ્‍ટેટ બાર કાઉન્‍સીલના વરીષ્ઠ અને હકકદાર સભ્‍યને મોકલવા માટે ઠરાવ કરવાનું નકકી કયું. આ તા.૨૩/૦૫/૨૦૨૨ ની મીટીંગમાં દિલીપ પટેલ વચ્‍યુઅલી હાજર રહેલા. જેથી સમગ્ર બાબત તેઓની જાણમાં હોવાથી તેઓએ આ મળનારી મીટીંગની હકોકત બાર કાઉન્‍સીલ ઓફ ઈન્‍ડિયામાં જણાવતા બાર કાઉન્‍સીલ  ઓફ ઈન્‍ડિયાના સેક્રેટરીએ બાર કાઉન્‍સીલ ઓફ ગુજરાતને આવી મીટીંગ ન યોજવા માટેની ફકત વિનંતી કરેલી. જેને દિલીપ પટેલ કાયદાની ભાષામાં બી.સી.આઈ. નો સ્‍ટે ગણાવી રહયા છે અને બાર કાઉન્‍સીલ ઓફ ગુજરાતને ખોટી રીતે વગોવી રહયા છે. ખુદ દિલીપ પટેલે ખુદે તા.૨૭/૦૫/૨૦૨૨ ના રોજ અખબારીયાદીમાં એવું જણાવેલ કે બાર કાઉન્‍સીલ ઓફ ગુજરાતની તા.૨૯/૦૫/૨૦૨૨ના રોજ મળનારી એકસ્‍ટ્રા ઓડીનરી મીટીંગ મારી અઢી વર્ષની ટમ પુરી થઈ હોવાથી અન્‍ય વ્‍યકિતને તક આપવા માટે મળવાની છે એ જ દિલીપ પટેલ આ તા.૨૯/૦૫/૨૦૨૨ની મીટીંગમાં હાજર રહેલ નહી અને બાર કાઉન્‍સીલ ઓફ ઈન્‍ડિયાના સભ્‍ય તરીકે સીનીયર વકીલ મનોજભાઈ અનડકટની નિમણૂંક કરતો ઠરાવ બાર કાઉન્‍સીલ ઓફ ગુજરાતે કરેલ તેની સામે ખોટો વિવાદ છેડી ગુજરાત બાર કાઉન્‍સીલ ધ્‍વારા કરવામાં આવેલ આ ઠરાવ રદબાતલ ગણાય તેવી પાયા વિહોણી અફવાઓ સોશ્‍યલ મીડીયા તેમજ પ્રેસ મીડીયામાં ફેલાવી સમગ્ર વકીલ આલમને ગેરમાર્ગ દોરેલ છે અને બાર કાઉન્‍સીલ ઓફ ગુજરાતની આબરૂ ખરડાય તેવું વખોડવા લાયક વર્તન કરેલ છે. જે દિલીપ પટેલના કૃત્‍યને સીનીયર અને ભાજપ અગ્રણી એડવોકેટ અર્જુનભાઈ પટેલ સખત શબ્‍દોમાં વખોડી કાઢેલ છે.

(3:30 pm IST)