Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

હાર્દિકને કોંગ્રેસે નાની ઉંમરે મોટી જવાબદારી આપી: કોંગ્રેસનો આભાર માનવાને બદલે ભાજપની સ્ક્રિપ્ટ વાંચી: મનીષ દોશી

હાર્દિકના ભાજપ પ્રવેશથી તેમના કાર્યકરોની દયા આવી રહી છે. જેમની સામે આંદોલન કર્યું તેમના માટે હવે ખુરશી સાફ કરવી પડશે

અમદાવાદ :  હાર્દિક પટેલના ભાજપ પ્રવેશને લઈ કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીનું નિવેદન સામે આવ્યું છે. કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું હતું કે, હાર્દિકને કોંગ્રેસે નાની ઉંમરે મોટી જવાબદારી આપી હતી. કોંગ્રેસનો આભાર માનવાને બદલે ભાજપની સ્ક્રિપ્ટ હાર્દિક વાંચી રહ્યા છે. હાર્દિકના ભાજપ પ્રવેશથી તેમના કાર્યકરોની દયા આવી રહી છે. જેમની સામે આંદોલન કર્યું તેમના માટે હવે ખુરશી સાફ કરવી પડશે. ભાજપ કાર્યકરોએ હવે હાર્દિકને કમને સાહેબ કહેવું પડશે. કોંગ્રેસમાં કામ ના મળ્યાની ફરિયાદ કરનારને ભાજપમાં કામની ફરિયાદ ના રહે એવી આશા. અવસરવાદી નેતાઓને જનતા હંમેશા ઓળખી જતી હોય છે.

(12:51 am IST)