Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

ચાર-છ મહિના પૂજા અર્ચના બાદ હાર્દિક પટેલને ભાજપ કરશે હલાલ: રેશ્મા પટેલનું મોટું નિવેદન

હાર્દિકે કોંગ્રેસમાં જોડાઈ પોતાનું બાળમરણ કર્યું હતું. હવે ભાજપમાં જોડાઈ આત્મઘાતી પગલું ભરશે

અમદાવાદ :  આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો શરૂ થયો છે. આ ભરતી મેળામાં હાર્દિક પટેલ પણ ભાગ લેવા જઇ રહ્યો છે. ત્યારે રાજકીય નેતાઓ અને સામાજીક આગેવાનો તરફથી વિવિધ પ્રતિક્રિયાઓ આવી રહી છે. આ મામલે એનસીપી નેતા રેશ્મા પટેલે મોટુ નિવેદન આપ્યું છે. રેશ્મા પટેલે કહ્યું હતું કે હાર્દિકે કોંગ્રેસમાં જોડાઈ પોતાનું બાળમરણ કર્યું હતું. હવે ભાજપમાં જોડાઈ આત્મઘાતી પગલું ભરવા જઈ રહ્યો છે.

   ત્રણ મહિનાથી હાર્દિક ભાજપ પ્રત્યે પોતાની પ્રિત વરસાવી રહ્યો છે. તેમનું ચાર-છ મહિના બીજેપી પૂજા અર્ચના કરશે. ત્યારબાદ હાર્દિકને ભાજપ હલાલ કરશે. પાટીદાર સમાજ કે યુવાનો હાર્દિક સાથે નથી. પાટીદાર સમાજ કેટલાક મુદ્દાઓને લઈને તેની સાથે હતો

(10:40 pm IST)