Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

સમારીયા ગામે ખેતર પડાવી લેવાના ઇરાદે ધારિયા,દંડા વડે હુમલો: ત્રણ ને ગંભીર ઇજા કરનાર ત્રણ સામે ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના સમારીયા ગામમાં ખેતર બાબતે નાં ઝગડામાં ધારિયા વડે માર મારી ઈજાઓ કરનાર ત્રણ શખ્સો વિરૂધ્ધ રાજપીપળા પોલીસે ગુનો દાખલ કર્યો છે
પ્રાપ્ત માહિતી અનુસાર મંજુલાબેન રમેશભાઇ તડવી( રહે. સમારીયા નિશાળ ફળીયુ )એ આપેલી ફરિયાદ મુજબ રમેશભાઇ બચુભાઇ તડવી (૨) વિશાલભાઇ રમેશભાઇ તડવી તથા (૩) સુમિત્રાબેન અંબાલાલભાઇ તડવી (તમામ રહે-સમારીયા )એ મંજુલા બેનનુ ખેતર પડાવી લેવાના ઇરાદે તા.૨૯/૦૫/૨૦૨૨ ના રોજ તેમના ઘર સામે આંગણામા ગમે તેમ ગાળો બોલી “તમે કેવા અમારી પાસેથી ખેતર લઇ લેવાના છે,આખુ ખેતર અમારુ છે. અને અમે કોઇને ખેતર આપવાના નથી”  તેમ કહી,ઝગડો કરી ગાળો બોલી ઝપાઝપી કરી રમણભાઇ નારણભાઇ તડવીને વિશાલભાઇ રમેશભાઇ તડવીનાઓએ ઢીક્કા પાટુનો માર મારેલો તથા રમેશભાઇ બચુભાઇ તડવી નાઓએ તેમના હાથમાના ધારીયા વડે રમણભાઇને કમરના ભાગે ધારીયા વડે મારી ગંભીર પ્રકારની ઇજા કરી અને રમણભાઇને જમીન પર પાડી દઇ ડાબા પગના પંજાને વચ્ચેથી બે ફાચરા કરી નાખી ગંભીર ઇજા કરી ફ્રેક્ચર કરી તથા સાહેદ રમેશભાઇ મોહનભાઇ તડવી નાઓને રમેશભાઇ બચુભાઇ તડવી નાઓએ  પકડી રાખી તથા વિશાલભાઇએ ડાન્ગ વડે રમેશભાઇ મોહનભાઇ તડવીને બન્ને પગે માર મારી ઇજાઓ કરી પગનુ હાડકુ ભાંગી નાખી ફ્રેક્ચર કરી તેમજ સકુન્તલાબેન નાઓને આરોપી રમેશભાઇ બચુભાઇ તડવી નાઓને જમણા કાંડાના ભાગે ધારીયુ મારી જમણા હાથની નસો કાપાઇ ગયેલ તેવી ઇજા કરી તથા ફ્રેક્ચર કરી ગંભીર ઈજા કરી તેમજ સુમિત્રાબેન અંબાલાલભાઇ તડવી નાઓએ પકડી રાખી લાકડી વડે બરડાના ભાગે માર મારી ગેબી ઇજાઓ કરી જાનથી મારી નાંખવાની ધાક ધમકીઓ આપી ગુનો કરતા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે .

(10:31 pm IST)