Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

આમલી ગામમાં દીકરીને મળવા બાબતે થયેલી માથાકૂટ બાદ બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાઇ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના આમલી ગામમાં દીકરીને મળવા બાબતે થયેલી મારામારીમાં બંને પક્ષે સામસામી ફરિયાદ કરતા પોલીસે ગુના દાખલ કર્યા છે
મળતી માહિતી અનુસાર રજંનાબેન જેંતીભાઇ વસાવા( હાલ રહે.નામલગઢ તા.નાદોદ)નાઓ ની ફરિયાદ મુજબ તેઓ તેમની સાસરી આમલી ગામે દીકરી સજનાબેન નાઓને જોવા માટે ગયેલ ત્યારે જેંતીભાઇ રતીલાલભાઇ વસાવાનાઓ ઘરની બહાર આવિને કહેવા લાગેલ કે તારી સાથે મારા છુટા છેડા થઈ ગયેલ છે તો તુ કેમ અહીયા આવેલ છે તેમ કહેતા રંજના બેને જણાવેલ કે હું મારી દિકરીને જોવા માટે આવેલ છુ તેમ કહેતા જેન્તીભાઇ ગાળો બોલી તેમજ જશવંતાબેન જેંતીભાઇ વસાવા નાઓએ ગાળો બોલી ગળદા પાટુનો માર મારી જેન્તીભાઇએ લાકડી લઈ પગના ઘુંટણના ઉપરના ભાગે મારી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
  જ્યારે સામા પક્ષે જશવંતાબેન જેંતીભાઇ વસાવા (રહે.આમલી તા.નાદોદ) ની ફરિયાદ મુજબ તેમના પતિને જશવંતભાઇ મોરીયાભાઇ વસાવા કહેવા લાગેલ કે તમે કેમ જશવંતીબેનને રાખેલ છે અને રજંનબેનને કેમ નથી રાખતો તેમ કહી ઝપા ઝપી કરતા છોડાવાવા માટે વચ્ચે પડતા તેનું ઉપરાણુ લઈ ને ચંદ્રકાન્તભાઇ મોરીયાભાઇ તથા નીતાબેન જશવંતભાઇ વસાવાનાઓ ગાળો બોલવા લાગેલ જેથી ગાળો બોલવાની ના પાડતા બાજુમાં પડેલ લાકડીનો સપાટો જશવંતા બેનને કમરના ભાગે મારી દિધેલ અને મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાથી રાજપીપળા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે.

(10:27 pm IST)