Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

વાગડીયાના ગ્રામજનોએ માંગણીઓ પૂરી નહિ થાય તો ચૂંટણીનાં બહિષ્કારની ચીમકી સાથે કલેકટરે આપ્યું આવેદનપત્ર

માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી ગામમાં રાજ્યની આવનારી વિધાનસભા ચુંટણી માટે મતદાન મથકોનું આયોજન ન કરવા તેમજ ગામની હદ વિસ્તારમાં તમામ રાજકીય પક્ષોને પ્રચાર-પ્રસાર કરવા, સરઘસ કાઢવા પર પ્રતિબંધ લગાવવામાં આવતો ઠરાવ થયો છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના વાગડીયા ગામના ગ્રામજનોએ તેમની વર્ષો જૂની માંગણીઓ જો આવનારા દિવસોમાં નહિ પૂર્ણ થાય તો ગુજરાત રાજ્ય વિધાનસભાની ચૂંટણીનાં બહિષ્કાર કરવાની ચીમકી સાથે જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપ્યું છે
આવેદનમાં જણાવ્યા મુજબ ૧૯૬૧-૬૨માં નર્મદા યોજના હેઠળ વાગડીયા ગામને ૧૦૦% સંપાદન કરવામાં આવેલ હતું નર્મદા યોજના ૧૭/૦૯/૨૦૧૭ ના રોજ સરકાર દ્વારા યોજના પુર્ણ જાહેર કરવામાં આવેલ છે. પરંતુ વળતર ચુકવણી કામગીરી હાથ ધરવામાં આવેલ ન હતી. તેમજ જમીનોનો કબજો સ્થાનિક ખેડુતોના વારસદારો પાસે જ છે. યથા સમયે જમીનને લાગતી મહેસુલની પાવતી વારસદારો પાસે છે. જેથી જમીનની મહેસુલ ફરીથી શરૂ કરવામાં આવે તેમજ રાજ્ય સરકાર ની ગ્રામપંચાયતની પ્રમોગ્લેશન કામગીરી રહી ગયેલ છે. જેનો ગ્રામ પંચાયત દ્વારા શરૂ કરવામાં આવી હોય જેમાં વાગડીયાની પ્રમોગ્લેશન કામગીરી ૨૦૦૬ થી ઠરાવ કરેલ છે. જેનાં માટે ગત તા.૦૭/૦૭/૨૦૨૧નાં રોજ લેખીત રજુઆત કરવામાં આવી હતી.
વધુમાં હાલમાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આદિવાસી વિસ્તારમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર અને પ્રવાસન નિયમન સત્તા મંડળ વિધેયક ૨૦૧૯ની રચના કરી અમો આદિવાસી તડવી સમાજનાં ગ્રામજનો જમીનો પર ગેરકાયદેસર રીતે કબજો લેવામાં આવે છે. અને જબરજસ્તી “નગરનિગમ” લાગુ કરવાનાં પ્રયાસો હાથ ધરવામાં આવે છે. તેમજ ગ્રામપંચાયત અસ્તિત્વમાં હોવા છતાં PESA- એક્ટ ૧૯૯૬ અમલમાં હોય તેમ છતાં જો આવા કાયદાઓ અમલમાં લાવી ગામનાં ગ્રામજનો પર સ્થાનિક વહીવટ તંત્ર દ્વારા અવાર-નવાર પોલીસ પ્રશાસન સાથે રાખીને આદિવાસી સમાજને હેરાન-પરેશાન કરવામાં આવે છે. તેની સામે અટકાયતી પંગલા ભરવામાં આવે તેમજ અમારી પંચાયતોના વિકાસના અટકાવેલા કામો શરૂ કરવામાં આવે.જેથી અમો વાગડીયા ગામનાં ગત.તા.૨૯/૦૩/ ૨૦૨૨૨નાં રોજ મળેલ વાગડીયા ગ્રામસભામાં ઠરાવ.નં.૪(૫) મુજબ ચુંટણીનો વાગડીયા ગામના સમગ્ર ગ્રામજનોએ આવનારી ગુજરાત વિધાનસભા તેમજ લોકસભાની ચુંટણીનો બહિષ્કાર કરવા ઠરાવ્યું છે,બહિષ્કાર કરવા સરપંચને યોગ્ય કચેરીએ લેખીત રજૂઆત કરવા સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો અને જ્યાં સુધી અમારી માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી અમારા ગામમાં ગુજરાત રાજ્યની આવનારી વિધાનસભા ચુંટણી માટે મતદાન મથકોનું આયોજન ન કરવા તેમજ અમારા ગામની હદ વિસ્તારમાં તમામ રાજકીય પક્ષોને પ્રચાર-પ્રસાર કરવા, સરઘસ કાઢવા પર પ્રતિબંધ લગાવવામાં આવે છે. આ માટે અમો વાગડીયા ગ્રામ પંચાયતમાં કરેલ આવનારી ચુંટણીનો બહિષ્કાર નાં ઠરાવની ચુસ્તપણે અમલવારી સમગ્ર ગ્રામજનો વતી રજૂઆત છે

(10:24 pm IST)