Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

નર્મદા જિલ્લા પોલીસનાં વય નિવૃત્ત બે કર્મચારીઓના વિદાઈ સમારંભમાં પોલીસ વડા એ સન્માન કર્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા પોલીસ માં ફરજ બજાવતા અને વય નિવૃત્ત થયેલા બે કર્મચારીઓનો વિદાઈ સમારંભ રાખવામાં આવ્યો જેમાં પોલીસ અધીક્ષક પ્રશાંત સુમ્બે નાઓ દ્વારા વય નિવૃત્તિને કારણે વિદાય થઈ રહેલ ઝાકીર સૈયદ અને રાજેન્દ્રસિંહ સરદારસિંહનાઓને પુષ્પગુચ્છ અને સન્માન પત્ર આપી સન્માનિત કર્યા હતા, રાજપીપળા પોલીસ સ્ટેશન સહિત જિલ્લામાં ફરજ બજાવી ચૂકેલા ઝાકીર ભાઈએ પોલીસ વિભાગમાં 39 વર્ષ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી હોય આજરોજ આ બંને પોલીસ કર્મીઓ વય નિવૃત્ત થતા પોલીસ સ્ટાફે સન્માન સાથે વિદાઈ આપી હતી.

(10:15 pm IST)