Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

જમીન માપણીમાં ખેડૂતો સાથે અન્યાય:કામગીરી બંધ કરો : તેમજ પાક વીમા યોજના ફરીથી શરૂ કરવા ખેડૂતોની માંગ

સુરતના જહાંગીરપુરા મુકામે ગુજરાત ખેડૂત સમાજની મહત્વની બેઠક મળી : આગામી દિવસોમાં બે સંમેલન યોજવાનું આયોજન: વ્યાપક આંદોલનની રણનીતિ કરાશે તૈયાર

સુરતના જહાંગીરપુરા મુકામે ગુજરાત ખેડૂત સમાજની મહત્વની બેઠક મળી હતી  બેઠકમાં ખેડૂત સમાજના ટોચના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા . બેઠકમાં ખેડૂતો, આદિવાસીઓ, કામદારો અને પર્યાવરણ સહિતના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી . આગામી દિવસોમાં પડતર પ્રશ્નો અંગે સરકાર સમક્ષ રજુવાત કરવા અંગેની તૈયારી આગેવાનોએ બતાવી. સાથે જ જો પડતર પ્રશ્નોના ઉકેલ અંગે સરકાર સકારાત્મક નહીં રહે તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

ગુજરાત ખેડૂત સમાજના સંયોજક ડાહ્યાભાઈએ જણાવ્યું કે જમીન માપણીમાં સરકાર ખેડૂતો સાથે અન્યાય કરી રહી છે. જમીન માપણીની કામગીરી બંધ કરવી જોઈએ. તેમજ પાક વીમા યોજના ફરીથી શરૂ કરવી જોઈએ. આગામી દિવસોમાં બે સંમેલન યોજવાનું આયોજન કરાયું છે. જેમાં વ્યાપક આંદોલન ઉભું કરવાની ચોક્કસ રણનીતિ તૈયાર કરવામાં આવશે

(9:58 pm IST)