Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

ભાલેજના પણસોરા રોડ નજીક છોટા હાથી-કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 6ને ઇજા

આણંદ:જિલ્લાના ભાલેજ પણસોરા રોડ પર એક વાહન અક્સમાત સર્જાયો હતો. આ ઘટનામાં એક છોટા હાથી અને ઈકો કાર વચ્ચે ટક્કર થઈ હતી. સામસામે અથડાતા આ બંન્ને વાહનોમાં બેઠેલ પાંચ થી છ વ્યક્તિઓને ઓછા વત્તા પ્રમાણમાં ઈજાઓ પહોંચી હતી.જેથી તેમને સારવાર માટે ખસેડાયા હતા. આ ઘટનામાં ભાલેજ પોલીસે સારવાર બાદ આ ઘટનામાં ફરિયાદ નોંધવાના ચક્રો ગતિમાન કર્યા હતા.
ભાલેજ પણસોરા રોડ પર મંગળવારે બપોરના સુમારે એક વાહન અકસ્માત સર્જાયો હતો.જેમાં એક છોટા હાથી અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં કાર અને છોટા હાથી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત સર્જાતા તેમાં બેઠેલ પાંચ થી છ વ્યક્તિઓને ઓછા વત્તા પ્રમાણમાં ઈજાઓ પહોંચી હતી. આ ઈજાગ્રસ્તોમાંથી થોડાને નડીઆદ અને અમુકને આણંદમાં સારવાર માટે હોસ્પિટલોમાં ખસેડાયા હતા. આ બનાવ સંદર્ભે ભાલેજ પોલીસ મથકનો સંપર્ક કરતા આ ઘટનામાં જે લોકો સારવાર માટે ખસેડાયા છે તેમની સારવાર બાદ પોલીસે ફરિયાદ નોંધશે તેવી માહિતી પ્રાપ્ત થઈ હતી.

(5:03 pm IST)